કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ખાઓ આ 6 વસ્તુ

કોરોનાએ પૂરી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ કોરોનાની જ ચર્ચા થઈ રહી છે. હાલ આપણા રાજ્યમાં કોરોના નો એકપણ કેસ નોધાયો નથી પરંતુ આપણે પૂરી રીતે એલર્ટ રહેવું ખુબ જ જરૂરી છે. જણાવી દઈએ કે જો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોઈ તો પણ આપણે ઘણી બીમારીઓ નો સામનો કરવો પડે છે. તેથી આપને પુરતો અને સંતુલિત આહાર કરવો જોઈએ, જેનાથી આપણામાં રોગો સામે લડવાની તાકાત બની રહે. આજે અમે તમને જણાવીશું કે કોરોના સામે કેવી રીતે જીતી શકાય મતલબ કે કેવો આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે તો આવો જાણીએ વિશેષ …

પાણી એક એવી વસ્તુ છે જે શરીરની ગંદકીને બહાર નીકાળી ફેંકે છે. શરીરમાં જામી ગયેલા અનેક પ્રકાકના ઝેરી તત્વને બહાર નીકાળે છે. જેટલુ બની શકે એટલું સાદુ કે નવશેકુ પાણી પીવું જોઇએ અને ઠંડા પાણીના સેવનથી દૂર રહેવું જોઇએ.

તુલસી એન્ટિબાયોટિકનું કામ કરે છે. ચામાં તુલસીના પાન નાંખીને પીવાથી કે તેને સાદા પાણીમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.

દરેક સમયે સલાડનું સેવન કરવું તો યોગ્ય માનવામાં આવે છે. અલગ- અલગ પ્રકારના શાકભાજીના પ્રયોગથી તે પૂર્ણ રીતે પૌષ્ટિક બની જાય છે. તમે ગાજર, કાકડી, ટામેટું,ડુંગળી, બીટનો પણ ઉપયોગ કરી શકો છો.

ફણગાવેલા અનાજ અને દાળ પોષણથી ભરપૂર હોય છે. જે રોગ-પ્રતિકારક શક્તિને યોગ્ય બનાવી રાખવામાં મદદગાર છે અને સાથે જે તેને પચાવવા માટે પણ સહેલું હોય છે.

રસદાર ફળ જેવા સંતરા સહિતના ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી શરીરની જંતુઓથી લડવાની ક્ષમતા વધી જાય છે. ફળ ખાતી વખતે તેમા મીઠું, ખાંડ કે ચાટ મસાલો મિક્સ કરવો વધારે યોગ્ય રહેશે.

દરેક ઋતુમાં ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જેને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠીને ખાવ. આમ કરવાથી શરીરને શક્તિ મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment