આમિર ખાન બર્થડે સ્પેશિયલ- ઈન્ટરનેટ પર છવાઈ ગઈ તેના નાનપણની આ તસ્વીરો

બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ત આમીર ખાન 14 માર્ચ એ ખુબ સરસ રીતે જન્મદિન સેલીબ્રેટ કર્યો હતો. તેના ચાહકો તેને ખુબ સારી વધામણીઓ પણ આપી હતી. દુનિયાભરમાં તેના લાખો ચાહકો છે. ઘણાએ તેના પોસ્ટર શેર કરી તેના પ્રત્યે પ્યાર જાહેર કર્યો તો ઘણાએ તેના નાનપણના ફોટા શેર કર્યા હતા.

આમીર ખાને પણ શેર કરી તસ્વીરો

આ મોકા પર સોશલ મીડિયા પર આમીર ખાનની કેવી કેવી તસ્વીરો સામે આવી. આમીરે ખુદ તેની તસ્વીરો સોશલ મીડિયા પર શેર કરી અને સાથે તેના ઘરવાળા પણ નજર આવી રહ્યા હતા.

બર્થડે પર કરી રહ્યા છે આ કામ

આમીર તેની ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત છે અને એવું લાગી રહ્યું છે કે તેનો આ બર્થડે તે કામ કરતા કરતા જ સેલીબ્રેટ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આમીર તેની કો-સ્ટાર કરીના કપૂર સાથે અમૃતસર માં શુટિંગ કરી રહ્યા છે.

ચાઇલ્ડ એક્ટર તરીકે ફિલ્મમાં દેખાયો

આમિરે બાળ અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત ‘યાદો કી બારાત’ (1973) થી કરી હતી.

 ‘હોળી’ હતી આમીરની પહેલી ફિલ્મ

ત્યારબાદ મુખ્ય અભિનેતા તરીકે કેતન મહેતાની ફિલ્મ ‘હોળી’ આવી હતી અને તેમાં તેની સાથે જોવા મળ્યા હતા આશુતોષ ગોવારીકર.

 ‘કયામત સે કયામત તક’ વાળા આમીરનો ચાલ્યો જાદુ  

જોકે, લોકોના દિલમાં ‘ક્યામત સે ક્યામત તક’ વાળા આમિરનું જાદુ ચાલ્યું અને ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

જયારે આમિરની જીંદગીમાં આવી રીના દત્તા

ફિલ્મોમાં આવ્યા પહેલા આમિર અને રીના દત્તા એક બીજા થી નજીક આવ્યા. બને અલગ અલગ ધર્મના હોવાને લીધે તેના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવી. પરંતુ વર્ષ ૧૯૮૬માં બંને એ લગ્ન કરી લીધા. બંને એ લગ્ન તેના પરિવારથી છુપાવીને રાખ્યા હતા. ત્યારે રીના ભણી રહી હતી. જોકે સમય સાથે આમિર અને રીનાના સંબંધોએ તેમનો ચહેરો બદલી નાંખ્યો અને તિરાડના સમાચાર આવવા લાગ્યા.

ત્યારબાદ આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા

બસ, સંબંધોનો અંત આવ્યો અને વર્ષ 2002 માં બંને અલગ થઈ ગયા અને વર્ષ 2005 માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા.

આમિરને છે 3 બાળકો

રીના દત્તાના બે બાળકો ઇરા ખાન અને જુનૈદ છે. કિરણથી લગ્ન થયા બાદ તેને સરોગસી થી એક બાળક આઝાદ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment