વિષ્ણુ પુરાણ મુજબ આટલા કામ નિર્વસ્ત્ર થઈ ક્યારેય ના કરવા

હિંદુ ધર્મમાં આમ તો ઘણા પુરાણ અને ઉપનિષદ છે. તે સૌ માણસને સારા રસ્તે લઈ જવાનું કામ કરે છે. તે આપણને જીવન જીવવાની સાચી પદ્ધતિ બતાવે છે. માણસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તેના વિષે અમને તે પુરાણો માંથી જ જાણવા મળ્યું છે. તેમાંથી એક મહત્વનું પુરાણ છે વિષ્ણુ પુરાણ, જે હિંદુ ધર્મનું સૌથી મહત્વનું માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં કાંઈક એવી વાતો જણાવવામાં આવી છે જે દરેક વ્યક્તિએ આચરણ કરવી જોઈએ. આજના આધુનિક યુગમાં ઘણા ઓછા લોકો પુરાણો અને ઉપનીષદ ઉપર વિશ્વાસ રહ્યો છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વિષ્ણુ પુરાણ મુજબ વ્યક્તિએ તે એવા ક્યા કામ છે જે બિલકુલ પણ ન કરવા જોઈએ.

નિર્વસ્ત્ર થઈને સ્નાન ના કરવું

વિષ્ણુ પુરાણ મુજબ મનુષ્યએ પૂરી રીતે નિર્વસ્ત્ર થઈને સ્નાન ક્યારેય ન કરવું જોઈએ. યાદ રાખવું કે સ્નાન કરતા સમયે શરીરમાં ઓછામાં ઓછુ એક કપડું તો પહેરવું જ જોઈએ. ભગવાન કૃષ્ણએ પણ ગોપીઓને એ સલાહ આપી હતી કે ક્યારેય નગ્ન થઈને સ્નાન કરવું જોઈએ નહિ, કારણકે એવું કરવાથી જળ દેવતાનું અપમાન માનવામાં આવે છે. એ આપણે બધા જાણીએ જ છીએ કે જળ આપણા જીવન માટે ખુબ જ આવશ્યક છે. એટલા માટે જળ દેવતાને તમે પ્રસન્ન રાખવા માંગો છો તો ભૂલકર પણ નિર્વસ્ત્ર થઈનેસ્નાન કરવું નહિ.

નિર્વસ્ત્ર થઈને સુવું નહિ

વિષ્ણુપુરાણ અનુસાર નિર્વસ્ત્ર થઈને ક્યારેય સુવું પણ ન જોઈએ, કારણકે એવું કરવાથી ચંદ્ર દેવતા નારાજ થઇ જાય છે. સાથે જ પિતૃગણ રાતના સમયે એમના પરિવારના લોકોને જોવા માટે આવે છે અને એવામાં કોઈને નિર્વસ્ત્ર જોઇને એની આત્મા ખુબ જ દુખી થઇ જાય છે અને તે આશીર્વાદ આપ્યા વિના જ ચાલ્યા જાય છે. ધ્યાન રાખવું કે નગ્ન થઈને સુવાથી તમારા પર નકારાત્મક શક્તિઓ આવી શકે છે અને તમારી જીંદગી હેરાની અને પરેશાનીમાં વ્યતીત થશે.

નિર્વસ્ત્ર થઈને પૂજા ના કરવી જોઈએ.

ઘણા લોકો એવા હોય છે જે દરરોજ નિર્વસ્ત્ર થઈને જ દેવી દેવતાની પૂજા અને આરાધના કરે છે, કારણકે એને લાગે છે કે કપડા અશુભ હોય છે અને એ પહેરીને પૂજા કરવી ક્યારેય સફળ થતી નથી. કપડા ના પહેરીને પૂજા કરવી તમને કોઈ સફળ પૂજાનું શુભ ફળ નહિ પ્રાપ્ત થાય પરતું પાપનો ભાગીદાર બનાવશે.

આ સત્ય છે કે પૂજા અથવા યજ્ઞ દરમિયાન સિલાઈ કર્યા વિનાના વસ્ત્ર ધારણ કરવાનું વિધાન છે અને એવું એટલા માટે છે કારણકે સિલાઈ જે છે તે સંસારિક મોહ માયાના બંધનનું પ્રતિક માનવામાં આવે છે. આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે ભગવાનની પૂજા દરેક બંધનથી અલગ થઈને કરવું જોઈએ. એટલા માટે જરૂર ધ્યાન રાખવું કે પૂજા કરતી વખતે ક્યારેય નિર્વસ્ત્ર થઈને પૂજા ના કરવી જોઈએ, નહિ તો એનું કઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment