જાણો અક્ષય કુમારના આલીશાન બંગલાથી લઈ કરોડોની સંપતિના માલિક બન્યા પહેલાનો સફર

બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતા અક્ષય કુમારે ઇન્ડસ્ટ્રીમાં 29 વર્ષ પૂરા કરી લીધા છે. અક્ષયે દિગ્દર્શક રાજ સિપ્પીની ફિલ્મ ‘સૌગંધ’ થી શરૂઆત કરી હતી. જે 25 જાન્યુઆરીએ જ રિલીઝ થઈ હતી. ચાલો જાણીએ અક્ષય વિશેના થોડા અજાણ્યા તથ્યો …

અક્ષય કુમારનું અસલી નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે. ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા તેણે તેનું નામ અક્ષય કરી લીધું હતું. તેના નજીવી દોસ્તો આજે પણ તેને રાજીવ ના નામથી જ બોલાવે છે.

અમૃતસરમાં જન્મેલા અક્ષયે થોડો સમય જૂની દિલ્હીમાં કાઢ્યો હતો. ત્યારબાદ તેનો પૂરો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. મુંબઈ માં અક્ષય કુમારે ડોન બોસ્કો સ્કુલમાં અભ્યાસ કર્યો.

અક્ષયે થાઇલેન્ડના બેંગકોકમાં એક રસોઇયા અને વેઈટર તરીકે પણ કામ કર્યું છે. ત્યાં અક્ષયે માર્શલ આર્ટની કેટલીક યુક્તિઓ પણ શીખી. માર્શલ આર્ટનો શોખ અક્ષયને નાનપણથી જ હતો. આઠમા ધોરણથી જ તેણે માર્શલ આર્ટની તાલીમ શરુ કરી દીધી હતી.

ઘણા ઓછો લોકો જાણે છે કે આમિર ખાનની ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ માટે દિપક તિજોરીની ભૂમિકા માટે અક્ષયે ઓડીશન આપ્યું હતું, પરંતુ તેને રિજેક્ટકરી દેવામાં આવ્યો હતો. અભિનેતા તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લેતા પહેલા અક્ષય ફિલ્મમેકર મહેશ ભટ્ટની ફિલ્મ ‘આજ’ માં એક નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય માર્શલ આર્ટના પ્રશિક્ષક બન્યા હતા.

એક વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરનાર અક્ષય કુમાર હાલમાં જ વિશ્વનો ચોથો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો છે. ફોર્બ્સની યાદીમાં તેનું નામ ચોથા નંબર પર છે. આ યાદીમાં અન્ય કોઈ ભારતીય અભિનેતાનું નામ શામેલ નથી. આ હિસાબથી, તે ભારતનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. આ લિસ્ટ સપ્ટેંબર ૨૦૧૯ માં આવી હતી.

ફોર્બ્સની લિસ્ટ મુજબ અક્ષય કુમારની કુલ કમાણી 6.9 કરોડ ડોલર (જૂન 2018 થી જૂન 2019 સુધી) એટલે કે લગભગ 444 કરોડ રૂપિયા છે. વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અક્ષયની કુલ સંપત્તિ 15 કરોડ ડોલર એટલે કે 10.74 અરબથી પણ વધુ છે. અક્ષયની આગળ શાહરૂખ-સલમાન ઘણા પાછળ રહી જાય છે. અક્ષય કુમાર લક્ઝરી લાઇફનો શોખીન છે. તે આલીશાન બંગલા અને ઘણી મોંઘી ગાડીઓનો માલિક છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment