પેટને લગતી દરેક સમસ્યાઓનું થશે સમાધાન, માત્ર આ એક નિયમનું કરો પાલન !!

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે આજકાલ મોટાભાગના ઘરમાં ગેસથી પરેશાન લોકો જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું.

ખોટી જીવનશૈલીના કારણે  ઘણા લોકો પેટથી સંબંધિત રોગ થઈ જાય છે. પેટની સમસ્યાના કારણે તેમને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખોરાકનું પાચન ન થવાની સ્થિતિમાં શરીર રોગોનું ઘર બને છે. આ સાથે જ શરીરમાં અન્ય બીમારીઓ થવા લાગે છે. જો કે યોગ દ્વારા આ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.  

ઉત્તાન પાદાસન

ઉત્તાન પાદાસન એક એવો યોગ છે જેને કરવાથી તમે પેટની બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. પાચન શક્તિ વધારવાની સાથે તે ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. પેટમાં કબજિયાતની સમસ્યા માટે આ રામબાણ ઉપચાર છે. આ આસન કરવાથી આંતરડા મજબૂત થાય છે. આમ કરવાથી ગેસનો રોગ પણ સમાપ્ત થાય છે.

કેવી રીતે કરવું આસન

આ આસન કરવા માટે પહેલા જમીન પર સૂઈ જાઓ. હવે તમારા બંને હાથને સાથળની બાજુમાં રાખો. ત્યાર પછી એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે તમારા બંને પગ એક સાથે ઊંચા કરો. પગ નીચે કરતાં કરતાં ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવો.  જમીન પર સૂઈ અને શરીરને ઢીલું છોડી દેવું.

આ આસન કરવા પહેલા સુનિશ્ચિત કરવું કે તમને પેટની કોઈ ગંભીર બીમારી તો નથી. આ ઉપરાંત સ્નાયૂની તકલીફ હોય તેમણે અને ગર્ભવતી મહિલાઓએ પણ આ આસન કરવું જોઈએ નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment