એક ઝાટકે દૂર થશે બધા પ્રકારની નર્વસનેસ, સફળ થઇ જવા માટે વાંચી લો આ સુપર મોટીવેશન

દરેક માણસ કોઇપણ કામ પહેલી વખત કરે ત્યારે થોડા કે વધુ અંશે ‘નર્વસ’ થઇ જાય છે, મતલબ કે મનમાં થોડો ગભરાટ અનુભવાયા છે. અને એ જ કારણે પહેલી વખત એ પોતાની સ્કીલ કે ટેલેન્ટને બરાબર રીતે બહાર નીકાળી શકે નહીં. જેમ કે, પહેલીવારનું જોબ ઈન્ટરવ્યુ, પહેલું સ્ટેજ પર્ફોમન્સ, પહેલી મીટીંગ વગેરે…વગેરે…

થોડા અંશની નર્વસનેસની વાત કરીએ તો બધા વ્યક્તિઓમાં જોવા મળે છે, પણ હદથી વધુ નર્વસનેસ હોય તો તેને દૂર કરવી જરૂરી છે. ચાલો, આજના લેખમાં સો ટકા શુદ્ધ સોના જેવી સલાહ જણાવવી છે તો તમે તૈયાર છો ને? આજથી બધી જ પ્રકારની નર્વસનેસ દૂર કરી દઈએ.

નર્વસનેસ એટલે શું?

આ પ્રશ્નના જવાબમાં બહુ સરળ ભાષામાં સમજાવીએ તો કોઇપણ કામ અથવા ઘટના બને એ પહેલાનો કાલ્પનિક ડર અને એથી વિશેષ કહીએ તો જરૂરિયાત કરતા વધારેની ચિંતા એટલે નર્વસનેસ કહેવાય.

આ નર્વસનેસને દૂર કરવાના મુદ્દાઓ વિષે પણ જાણીએ :

(૧) કાનને બંધ કરી દો :

આપણામાંથી ઘણા લોકો એવા હશે જ કોઈ કામ પ્રત્યેનો સારો વિચાર કરે અને પછી અન્ય લોકો પાસે એ વિચાર રજૂ કરે. ત્યારબાદ ઉત્સાહ પાણીમાં બેસી જાય અને એ કામ કરતાં જ અટકી જાય. તો સૌથી પહેલા તો તમે ધારેલા કે નિર્ણય કરેલા કામને ટાર્ગેટ કરો અને એ સમયે આસપાસના લોકોનું સાંભળવાનું બંધ કરી દો. થોડા સમય માટે જાગ્રત અવસ્થામાં બહેરા બની જાઓ. સફળતા મળ્યા પછી પીઠ પાછળ બોલનારા લોકોના તેના જ મોઢે બોલાયેલા સ્ટેટમેન્ટ બદલતા વાર નહીં લાગે.

(૨) ખુદ સાથે વાતચીત :

ગુરૂથી જ જ્ઞાન મળે એવું જરૂરી નથી હોતું!! આપણી જાતને પણ ગુરૂતુલ્ય સમજીને, મનથી ચોક્કસ નિર્ણય કર્યા બાદ તે રસ્તે ચાલવાથી મંઝીલ મળે છે. ખુદ સાથે વાતચીત કરો, મનમાં આવેલા પ્રશ્નોનું સમાધાન શોધો અને નિશ્ચિત મંઝીલ તરફ આગળ વધો.

(૩) વ્યસ્ત રહો :

કોઇપણ નિર્ણય એકવાર મનથી નક્કી થયા પછી તે રસ્તે ચાલવાનું ચાલુ કરી દેવું જોઈએ. વધારે સમય નવરા બેસીને તે વિષે વધુ વિચારવાથી શક્ય છે કે મનમાં એટલા પશ્નો ઉદ્દભવે કે કરેલા નિર્ણય પરથી ડગમગી જવાય. તો વ્યસ્ત રહેવું એ પણ નર્વસનેસને દૂર કરતુ પરિબળ છે.

(૪) પૂર્વતૈયારી અને પ્લાનિંગ :

તમારો નિર્ણય કોઇપણ હોય, પણ મંઝીલ અને નિશ્ચિત ફળ પ્રાપ્ત કરવા માટે એ વિષેની જાણકારી હોવી જરૂરી છે. કોઇપણ માણસ સફળ ત્યારે જ થઇ શકે છે, જયારે એ વધુ જાણકારી મેળવે છે. આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે અને સમજવા જેવો પણ ખરો!!

આ ચાર મુદ્દાથી ગેરેંટી સાથે કહીએ છીએ કે, તમારામાં એટલી હિંમત આવી જશે કે ક્યારેય ડર નહીં અનુભવાય તેમજ જિંદગીની કોઇપણ પરિસ્થિતિમાં ચાલવાની અને અડીખમ ઉભું રહેવાની તાકાત ડેવલપ થશે.

આવા જ અન્ય લેખ વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અહીં તમને એક થી એક વિશેષ માહિતી મળતી રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment