ચોખાના આ ફેસ પેકને લગાવતા જ ચેહરો ખીલી ઉઠશે, ભૂલી જશો મોંઘી પ્રોડક્ટ..

સામાન્ય રીતે ચોખાનો ઉપયોગ આપણે ખાવામાં કરતા હોઈએ છીએ. ચોખામાં માત્ર ફાઈબર જ નહી, પરંતુ તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, થાઇમિન અને ખનિજો જેવા પોષક તત્વો પણ રહેલા હોય છે. પરંતુ શું તમને ખબર છે ચોખાનો ઉપયોગ આપણે ચેહરાને નીખરવા માટે પણ કરી શકીએ છીએ. આજે અમે તમને ચોખાના એક એવા પેક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને લગાવી તમારો ચેહરો એકદમ નિખરી આવશે, જેથી તમારે મોંઘી પ્રોડક્ટના ખર્ચથી પણ બચી શકશો. આવો જાણીએ ચોખાના આ ફેસ પેક વિશે …

શું તમે તમારી ત્વચાને નિખારવા માટે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો? જો તમારો જવાબ હા હોઈ તો, તમે આ પ્રોડક્ટ ની જગ્યાએ નેચરલ વસ્તુઓ નો ઉપયોગ કરી શકો છો, કેમકે નેચરલ વસ્તુની ખાસ વાત એ છે કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. આજે અમે તમને ચોખાના એવા ઘરેલું ઉપાયો વિશે જણાવીશું જેમાં તમારી સ્કીન પર પ્રાકૃતિક રૂપથી નિખરી આવશે.

ચોખાનો ફેસપેક –

 એક બાઉલમાં બે ચમચી ચોખાનો લોટ લો અને તેમાં ચાર ચમચી ગુલાબજળ ઉમેરો. હવે તેમાં એક ચમચી પીગળેલું ઘી નાખો. તેને સારી રીતે મિક્સ કરો અને પેકને ચહેરા પર નીચેથી સ્ટ્રોક આપી લગાવો. તેને 15 મિનિટ બાદ તેને નવશેકા પાણીથી ધોઈ લો. આ પેક ત્વચાની શુષ્કતાની સમસ્યાને દૂર કરશે અને ત્વચાની ચમક વધારશે.

ટોનિંગ દુર કરશે ટામેટું –


એક ટામેટાને છીણી નાંખો અને તેના જ્યુસને ચાળી લો. આ રસમાં એક ચમચી ચોખાનો લોટ ઉમેરો. આ મિશ્રણ થોડું જાડુંરાખવું. તેને ચેહરા પર ૧૫-20 મિનીટ રેહવા દો અને પછી ચેહરો સાફ કરી લો. તેનાથી ચેહરો સાફ દેખાશે. ચેહરો ધોયા બાદ ઈચ્છો તો ચોખાનું પાણી ટોનર સિવાય લગાવી શકો છો, જે તમારા ચેહરાની રંગત ને વધુ નીખારશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment