લોકડાઉન – શું તમે પણ ઘરે બેસી કંટાળી ગયા છો? તો હવે ઘરે બેસીને જ રમો ઇન્ડોર ગેમ

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી દરેક ઘરમાં બેસી કંટાળી ગયા છે. મનોરંજનના અનેક સાધનો હોવા છતાં બાળકો તો શું હવે તો મોટા પણ ઘરમાં પૂરાઈને કંટાળી ગયા છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ટીવી, રેડિયો, મોબાઈલ તો શું ઘરમાં લાઈટો પણ નહોતી તેમ છતાં બાળકો વેકેશનમાં બુધ્ધિબળ, ચપળતા, નિર્ણયક શક્તિનો ઉપયોગ થાય તેવી દેશી રમતો રમતા હતા.  ઘરમાં બેસીને પણ લોકો કંટાળે છે માટે તમારા કંટાળાનો ઉપાય અહીં છે. તમે ઘરમાં બેસી ઇન્દોર રમતો રમી શકો. જેમાં તમે પણ એન્જોય કરી શકો અને ઘરમાં બેસેલા બાળકો પણ ઘરમાં જ એન્જોય કરી શકે અને તેઓએ બહાર ન જવું પડે.

છોકરીઓની પ્રિય રમતઃ પાંચિકા અથવા કૂકા

ઉનાળાની બપોર હોય એટલે ઘરની બહાર તો જવાય નહીં એટલે પાંચ-છ છોકરીઓ એકસાથે એક પગ વાળીને સામ-સામે બેસીને પાંચિકા રમતી હતી. પાંચિકા રમવા માટે અમે એકસરખા પાંચ પથ્થરો શોધી લેતા હતા. તેની ઉપર સુંદર પેઈન્ટિંગ પણ કરતા હતા. બે હાથથી આ પાંચિકાને ઉછાળતા હતા અને તેમાંથી એકને ઊંધા હાથ પર ઝીલવાનો હોય છે. બાકીના નીચે પડેલા પથ્થરને જે ઊંધા હાથમાં પથ્થર છે તેને નીચે પડયા વગર જ ઊંચકવાના હોય છે. જે પહેલા ગેમ પૂરી કરે તે વિજેતા ગણાતો હતો.

અમદાવાદબાજી અથવા ઈસ્ટો 

અમદાવાદ બાજી ઘણી જગ્યાએ ઈસ્ટો તરીકે પણ ઓળખાય છે જેમાં એક ખાલી કાગળ અથવા લાકડા પર ચોક અથવા પેનથી પાંચ-પાંચ ખાના દોરવાના હોય છે. જેમાં ચાર લોકો રમી શકે છે. ચારેયના અલગ-અલગ ખાના હોય છે જેમાં તેની કૂકરી મૂકવાની હોય છે. કોડીથી આ રમત રમવાની હોય છે. આ રમત લુડો જેવી જ હોય છે. 

ચોર ચિઠ્ઠીઃ વજીર-વજીર કહો અમારા ત્રણેયમાંથી ચોર કોણ?

ચોર ચિઠ્ઠી પણ ચાર વ્યક્તિ રમી શકે છે જેમાં વજીરના ૮૦૦, ચોરના ૦, રાજાના ૧૦૦ અને સિપાહીના ૫૦૦ પોઈન્ટ હોય છે. ચિઠ્ઠી ઉછાળ્યા બાદ જેને વજીર આવે તેને સામેના ત્રણ ખેલાડીઓ કહે છે વજીર-વજીર કહો અમારા ત્રણેયમાંથી ચોર કોણ? જો ચોર શોધી ના શકે તો તેને ઝીરો પોઈન્ટ મળે છે. આ રમત કોઈપણ ઉંમરના લોકો રમી શકે છે.

બલૂન વોલીબોલ

વોલીબોલ એટલે એવું નહી કે તમે વૉલીબૉલનો બોલ ઉપયોગ કરો અને ઘરમાં નુકશાન કરો. પરંતુ એ જ વોલીબોલ રમવા માટે તમે બલૂનનો ઉપયોગ કરો જેથી તમને માજા પણ આવે અને ઘરનું નુકશાન પણ ન થાય.

અંતાક્ષરી

આ રમત વિષે તો કોઈ ને જણાવવાની જરૂરત નથી બધાને ખબર જ છે કેવી રીતે તો તમે ગીતો ગાઈ અને બીજા પાસે પણ ગવડાવી એની મજા માળી શકો છો.

ડેર એન્ડ ટ્રુથ

બસ એક બોટલ કે ટાકીયો લેવો, ઘરના બધા સભ્યોને ગોળ રાઉન્ડમાં બેસાડી દેવો ગીત ચાલુ કરો, વચ્ચે થી સ્ટોપ કરો અને જેના પર અટકે તેને ટ્રુથ અથવા દેરની પસંદગી કરવાની. ટ્રુથ લીધું તો સામે વાળો એક સવાલ કરશે એનો સાચો જવાબ આપવો અને એ નહિ આપવું હોય તો સામે વાળો જે ડેર આપે તે કરી બતાવો। આવી રીતે એક બીજાને એન્ટરટેઇન કરો.

ડમ સરાશ

આમ તો આ રમત બધાને ખબર જ છે પરંતુ ન ખબર હોય તો જણાવી દઈએ, તો તમે મૂવી ડમસરાશ રમવા માંગો છો તો અલગ અલગ મુવીના નામની ચિટ બનાવો અને એ બે ટીમમાં વેચી લેવો પછી ચિત્તમાં જે મૂવીનું નામ હોય એને હાથના ઇશારાથી ટીમના અન્ય સભ્યને સમજાવવાનું અને એને આ મૂવીનું નામ સમજી જાણવવાનું રહેશે.

વિસરાતી જતી રમતો તરફ એક નજર

આ રમતો ઘરમાં, અગાશી કે કમ્પાઉન્ડમાં વાલીઓ તેના બાળકો સાથે રમી શકે છે

લંગડી

થપ્પો દા અથવા સંતાકૂકડી

નદી-પર્વત

અંતાક્ષરી

લખોટી

ચોપાટ

સાપસીડી

ભમરડા

ગીલ્લી દંડા

ખો-ખો

સંગીત ખુરશી

પત્તાઓનો બ્રીજ

રુમાલદાવ

કેરમ

સતોડિયુ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment