જો તમે પણ કેળા ખાઈને ફેંકી દો છો એની છાલ તો કરો છો ખુબ જ મોટી ભૂલ, છાલમાં છુપાયેલા છે જબરદસ્ત ફાયદાઓ ..

સામાન્ય રીતે કેળા એક એવું ફળ છે જેને દરેક લોકો પસંદ કરતા હોઈ છે. કેળા નો ઉપયોગ લોકો સ્વાસ્થ્ય માટે કરે છે. વજન વધારવું હોય તો દૂધ અને કેળા ખુબ જ સારું માનવામાં આવે છે. જો મુડ ખરાબ હોઈ તો એક કેળું ખાઈ લેવાથી મુડ આપો આપ સારો થઇ જાય છે. આમ તો કેળા વિશે આ વાતો તમે પહેલા થી જ જાણતા હશો. એટલા માટે આજે આમે તમને કેળા વિશે નહિ પણ તેની છાલ ના વિશે બતાવીશું. જી હા જે છાલ ને તમે બેકાર સમજીને ફેકી દો છો. હકીકતમાં તે ખુબ કામ ની વસ્તુ છે.

સ્કીન મુલાયમ બનાવે છે –

જયારે પણ કેળા ખાવ ત્યારે તેની છાલ ફેકવી નહિ, પરંતુ તમારા ચહેરા ઉપર 2 મિનીટ સુધી મસાઝ કરવો. ત્યાર પછી ચહેરો ધોઈ લેવો. તમારો ચહેરો બિલકુલ મખમલી થઇ જશે. કેળાની છાલ લોહી ને સાફ કરે છે. સાથે તે કબજિયાત પણ દૂર કરે છે. તેની સાથે જ ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે. તમે જેટલા પણ મોંધા પ્રોડક્ટ નો ઉપયોગ કરો, પરંતુ સ્કીન ઉપર તમે ઈચ્છો તેટલી કોમળતા નહિ મળે. અને મેક-અપ પ્રોડક્ટ માં ધણું કેમિકલ ભેળસેળ હોય છે. જે તમારા ચહેરા માટે બિલકુલ સારું નથી.

દાંત સાફ કરે છે –

તમે દાંત ની રોજ સફાય કરતા જ હશો. હકીકત માં રોજ ચા-કોફી અને કેટલાય પીવાના પદાર્થો ના ઉપયોગ થી દાત નો રંગ પીળો પાડવા લાગે છે. જે કેટલીય મહેનત પછી પણ સાફ નથી થતા. એવામાં તમે કેળા ની છાલ નો ઉપયોગ કરીને તમારા દાત ચમકાવી શકો છો. કેળા ની છાલ ની અંદર ના ભાગ ને તમારા દાત ઉપર થોડા સમય સુધી ધશો. અને પછી દાત ને ધોઈ લો. આવું અઠવાડિયામાં એકવાર કરશો તો તમારા દાંત ની ચમક પાછી આવી જશે.

વાળ બનશે નરમ અને મજબુત –

કેળાની છાલ તમારા વાળ માટે પણ સારી છે. કેળા ની છાલ ને તમે હેર-માસ્ક ની જેમ પણ ઉપયોગ કરી શકો છો. કેળા ની છાલ વાળ ને નરમ બનાવે છે અને સાથે જ ચમક પણ લાવે છે.

માઈગ્રેન માં મદદ –

જો તમને માઈગ્રેન હોય અથવા તો માથાનો દુખાવો હોય તો કેળા ની છાલ નો ઉપયોગ કરવો. કેળા ની છાલ ને માથા અને ડોક પર ઘસવી. તેમાં પોટેશિયમ હોય છે. જે માથાને આરામ આપે છે અને મગજ ને થડું કરે છે. તેના ઉપયોગ થી તમે વગર દવાએ પણ માઈગ્રેન અથવા દર્દ થી છુટકારો મેળવી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment