સાધારણ મોડેલથી બનેલી ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રી, જાણો કોણ છે આ

ઘણા જ ઓછા સમયમાં ભોજપુરી ફિલ્મોમાં પોતાને ટોચની અભિનેત્રી તરીકે સ્થાન આપનાર અભિનેતા સંચિતા બેનર્જી આજે ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ એક મામુલી મોડેલથી લઈને ભોજપુરી સિનેમાના ચમકતા સ્ટાર સુધીની સફર સંચિતા માટે સરળ નહોતી.

કોલકાતામાં જન્મી અભિનેત્રી સંચિતા બેનર્જી

ભોજપુરી ફિલ્મોની ગ્લેમરસ એક્ટ્રેસ સંચિતા બેનર્જીનો જન્મ કોલકાતામાં થયો હતો. તે કોલકાતામાં જ મોટી થઈ.

100 થી વધુ ઓડીશન અને કાસ્ટિંગ કોચનો સામનો

તેણીએ તેના કરિયરની શરૂવાતમાં 100થી વધુ ઓડીશન આપ્યા જેમાં તેણીએ કાસ્ટિંગ કોચ જેવા ગંભીર મસલાઓ નો સામનો કરવો પડ્યો હતો. આ વાત સંચિતા એ તેના એક ઈન્ટરવ્યુંમાં જણાવી હતી.

ટીવી શો ‘જમાઈ રાજા’ માં નજર આવી ચુકી છે

સંચિતા એ કેટલાક ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે. તે ટીવી શો જમાઈ રાજામાં જોવા મળી હતી.

 ‘રક્તધાર’ ફિલ્મ થી બોલીવુડ માં કર્યું ડેબ્યુ

ટીવી શો ‘જમાઇ રાજા’ પછી, તેણે બોલિવૂડમાં ‘રક્તધાર’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

નિર્માતા નાગેશ પૂજારીએ સંચિતાને મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરી

 ‘રક્તધાર’  ફિલ્મના નિર્માતા નાગેશ પૂજારીએ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે સંચિતા  બેનર્જીને કાસ્ટ કરી હતી. આ ફિલ્મમાં સંચિતા સાથે બોલિવૂડના જાણીતા વિલન શક્તિ પણ જોવા મળ્યો હતો.

2012 માં ‘નિર્હુઆ હિન્દુસ્તાની 2’ થી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ

ફિલ્મ ‘રક્તધાર’ પછી, અભિનેત્રીને ભોજપુરી ફિલ્મની ઓફર મળી, ત્યારબાદ તેણે ભોજપુરી ફિલ્મ કારકીર્દિની શરૂઆત 2012 માં ફિલ્મ ‘નિહુઆ હિન્દુસ્તાની 2’ થી કરી હતી. આ ફિલ્મમાં નિરહુઆ સાથે આમ્રપાલી દુબેએ પણ અભિનય કર્યો હતો.

ફિટનેસનો રાખે છે ખ્યાલ

સંચિતા તેની ફિટનેસને લઇને ખૂબ જ કાળજી રાખે છે, તે એક પણ દિવસ જીમમાં જવાનું ભૂલતી નથી. તેની તેના ચાહકોને ફિટનેસ માટે મોટીવેટ કરતી રહે છે.

ત્રણ ભોજપુરી ફિલ્મો ત્રણ ભોજપુરી મેગાસ્ટારની સાથે

સંચિતા બેનર્જી ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથેની ફિલ્મ ‘ક્રેક ફાઇટર’ અને ખેસારી લાલ યાદવ સાથેની ‘રાજા હિન્દુસ્તાની’ માં પણ જોવા મળી છે. આ સાથે, તેમણે ભોજપુરી ફિલ્મોની કારકીર્દિની શરૂઆતમાં 3 સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.

સંચિતા ભોજપુરી ફિલ્મ ‘પાંચ મેહરીયા’ના શૂટિંગમાં વ્યસ્ત છે

હાલ સંચિતા આ દિવસોમાં ભોજપુરી ફિલ્મ ‘પાંચ મેહરીયા’ ની શુટિંગમાં વ્યસ્ત છે. હાલ તેણીએ સોશલ મીડિયા પર તેની ફિલ્મની શુટિંગ સેટથી તસવીરો શેર કરી અને તેના ચાહકો ને જણાવ્યું કે તે આ ફિલ્મની શુટિંગ કરી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment