લોકડાઉન વચ્ચે આ રીતે ઉજવો હનુમાન જયંતી, મળશે વિશેષ ફળની પ્રાપ્તિ

મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની આજે જયંતિ છે. પુરા ગુજરાતભરમાં આસ્થાપૂર્વક આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે.

આજે અંજનિના જાયા પવનપુત્ર હનુમાનજીની જયંતી છે. આજે બુધવાર, 8 એપ્રિલે ચૈત્ર મહિનાની પૂનમ અને હનુમાન જયંતી છે. ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ મંગળવારે સવારે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજની હતું. એ સમયે મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં હતો. 2020માં પણ આ જ યોગ બન્યો છે. આજે સર્વાર્થસિદ્ધિ યોગ પણ છે. આ યોગમાં કરવામાં આવતાં પૂજા-પાઠ વિશેષ ફળ અપાવે છે.

17 વર્ષ બાદ આવ્યો આ દુર્લભ યોગ

મંગળના ઉચ્ચ રાશિમાં રહેતાં હનુમાન જયંતીનો આ યોગ 17 વર્ષ બાદ બન્યો છે. આ પહેલાં 16 એપ્રિલ 2003એ ઉચ્ચ મંગળ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગયા વર્ષે હનુમાન જયંતીએ ગુરૂ અને શનિની યુતિ ધન રાશિમાં હતી, પરંતુ આ વર્ષે મકર રાશિમાં ગુરૂ, શનિ સાથે મંગળ પણ સ્થિત છે.

આ વખતની હનુમાન જયંતી છે ખાસ

શનિ આ સમયે મકર રાશિમાં સ્થિત છે. 28 વર્ષ પહેલાં 17 એપ્રિલ 1992ના રોજ હનુમાન જયંતીએ શનિ મકર રાશિમાં હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ તથા શનિ બંને જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોના દોષ હનુમાનજીની પૂજાથી દૂર થઇ શકે છે. એટલા માટે, આ ગ્રહોના યોગમાં હનુમાન જયંતી ખૂબ જ શુભફળ આપનારી માનવામાં આવે છે.

હનુમાન જયંતીએ કરો આ ઉપાય

હનુમાનજીના જન્મોત્સવ પર ઘરે બેઠા જ પૂજા કરો. આ સમયે કોરોના વાઇરસના કારણે બધા જ મંદિર બંધ છે. આવી સ્થિતિમાં ઘરમાં જ હનુમાનજીની પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment