ઉંચા આસમાનથી જુઓ મોટેરા સ્ટેડીયમની આ તૈયારીઓ, જ્યાં થવાનો છે મોદી-ટ્રમ્પનો મેગા શો

અમેરિકી રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ પૂરી રીતે તૈયાર છે. 24 ફેબ્રુઆરી એ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહુચસે અને બે દિવસ સુધી ત્યાં જ રહેશે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ અમદાવાદમાં બનવા જઈ રહ્યું છે જેનું ઉદઘાટન અમેરિકી રાષ્ટ્રપતિ કરશે. મોટેરા સ્ટેડીયમ માં ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે, જ્યાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે.

એક લાખથી વધુ લોકોનો થશે સમાવેશ

અમદાવાદ માં થનારો કાર્યક્રમ પહેલા ‘કેમ છો ટ્રમ્પ’ ના નામથી આયોજિત થવાનો હતો પરંતુ હવે તેને નમસ્તે ટ્રમ્પ કરી દેવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી, અમેરિકી રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પ નો સમાવેશ કરવામાં આવશે.

આ દરમ્યાન ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જેથી જેથી અમેરિકા અને ભારતમાં ‘પીપલ ટુ પીપલ’ કનેક્ટ ને વધારી શકાય. આ સ્ટેડીયમની ક્ષમતા સવા લાખ સુધી જણાવામાં આવી રહી છે. એવામાં નમસ્તે ટ્રમ્પ ના આ કાર્યક્રમ માં એક લાખથી વધુ લોકોનો સમાવેશ થવાની સંભાવના છે.

ગયા દિવસોમાં બીસીસીઆઈ ના સેક્રેટરી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દીકરા જય શાહે પણ મોટેરા સ્ટેડીયમ પહુંચી તૈયારીઓ નો લાભ લીધો હતો. જણાવી દઈએ કે એરપોર્ટ પરથી સ્ટેડિયમ તરફ જતા પડતી ઝૂંપડપટ્ટીઓને છુપાવવા માટે દિવાલો બનાવવામાં આવી રહી છે જેના પર વિવાદ પણ થયો હતો. વહીવટી તંત્ર દ્વારા કેટલીક ઝૂંપડપટ્ટીવાસીઓને ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

અમિતાબસોનમ હોઈ શકે છે મહેમાન

ભારત સરકાર તરફથી આ કાર્યક્રમને મોટું બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ખબરોની માનીએ તો નમસ્તે ટ્રમ્પ ના કાર્યક્રમ માટે બોલીવુડની મોટી હસ્તીઓ ને પણ બોલવામાં આવી રહી છે. જેમાં મહાનાયક અમિતાબ બચ્ચન, સોનમ કપૂર અને બીજી ઘણી હસ્તીઓ ને બોલાવવામાં આવી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ના આવતા પહેલા અમદાવાદની સડકો પર નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટના પોસ્ટરો લાગવાના ચાલુ થઈ ગયા છે. જેમાં ભારત અમેરિકા ની દોસ્તી ને દેખાડવામાં આવી છે. પોસ્ટરોમાં નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનીયા ટ્રમ્પની તસ્વીરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment