ચોકલેટ ડે – જાણો ચોકલેટનો ૪૦૦૦ વર્ષ જુનો ઇતિહાસ

ચોકલેટ એ દરેકની મનગમતી વસ્તુ છે, દરેક સેલિબ્રેશનમાં ચોકલેટ ને વિશેષ મહત્વ અપાયું છે. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે વેલેન્ટાઇન વિક ચાલી રહ્યો છે. દરેક દંપતી અથવા પ્રેમીઓ એકબીજા ને ચોકલેટ આપી ખુશ કરે છે. પરંતુ શું તમે જાણો છો ચોકલેટ ની શરૂવાત ક્યારે થઈ અને ક્યાં થઈ હતી. આજે અમે તમને ચોકલેટ વિશે ની અમુક રસપ્રદ વાતો વિશે જણાવીશું.

ચોકલેટનો ઇતિહાસ 4000 વર્ષ જૂનો છે

તમને જાણીને નવાઈ લાગશે કે ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે. સામાન્ય રીતે દરેક લોકો જાણે છે કે ચોકલેટ કોકોમાંથી બનાવવામાં આવે છે લોકો માને છે કે તેની શોધ પ્રથમ અમેરિકામાં કરવામાં આવી હતી કારણ કે ત્યાં કોકોનું ઝાડ પહેલું મળી આવ્યું હતું. પરંતુ આજની દુનિયામાં, વિશ્વનો સૌથી મોટો કોકો સપ્લાયર આફ્રિકા છે. વિશ્વભરમાં આફ્રિકા 70 ટકા કોકો સપ્લાય છે.

1528 માં સ્પેને મેક્સિકોને તેના કબજામાં કરી લીધું. ત્યાંનો રાજા મેક્સિકોથી સ્પેનમાં કોકો બીજ અને સામગ્રી પણ લઈ ગયો. ત્યાંના લોકોને તે એટલું ગમ્યું કે ત્યાંના લોકો મનપસંદ પીણું બન્યું.

અમેરિકાની જમીન પર થઇ શરૂઆત  

શરૂઆતમાં તે અલગ અલગ રીતે બનાવવામાં આવ્યું હતું. તેને સમય સમય પર બનાવવાની અને આજની પદ્ધતિઓમાં ઘણા ફેરફારો થયા છે, એવું કહેવામાં આવે છે કે ચોકલેટ પહેલા અમેરિકામાં બનાવવામાં આવી હતી પરંતુ શરૂઆતના સમયમાં, તેના સ્વાદમાં થોડી તિખાશ હતી. ખરેખર ચોકલેટ બનાવવા માટે અમેરિકા કેટલાક મસાલા અને મરી કોકો બીજ સાથે મિક્સ કરતા હતા. જેથી તેનો સ્વાદ તીખો થઇ જતો હતો.

થોડાક સમય બાદ એક વૈજ્ઞાનિકે ડો.સર હૈસ સ્લોને આ પીણા પર કેટલાક પ્રયોગ કર્યા અને એક નવી રેસીપી તૈયાર કરી. પીણા બાદ તેને ખાવા લાયક સૉલિડ ફોર્મમાં બનાવવામાં આવી અને તેનું નામ રાખવામાં આવ્યું કેડબરી મિલ્ક ચોકલેટ.. તો આ રીતે તૈયાર થઈ હતી ચોકલેટ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment