ઘર પર જ કરો પાર્લર જેવું હેર સ્પા

મહિલા કોઈ પણ ઉંમરની હોઈ તેના વાળ જો ખુબસુરત હોઈ તો તે દરેક ઉમરમાં ખુબસુરત દેખાય છે. જો તમે સિલ્કી અને શાઈની વાળ ઈચ્છો છો તો તમારે દસ દિવસ માં એકવાર હેરસ્પા જરૂર કરવું, પરંતુ તેના માટે તમારે પાર્લરમાં જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે જ હેરસ્પા કરી શકો છો. આવો જાણીએ હેરસ્પા ઘરે કઈ રીતે કરવું.

સ્ટેપ – 1

તેલથી વાળની માલીશ કરવી ખુબ જ જરૂરી હોઈ છે. હેરસ્પા પહેલા જો તમે ઓઈલ મસાજ કરશો તો વાળ મજબુત રહેશે. માર્કેટમાં મળતી કોઈ પણ તેલથી તમે માથાની મસાજ કરી શકો છો પરંતુ જો તમે ઘરે બનાવેલા તેલથી તમારા વાળની મસાજ કરશો તો તેનાથી તમને વધુ ફાયદો મળશે.

સ્ટેપ – 2

વાળને મહિનામાં ઓછામાં ઓછુ ૨-૩ વાર સ્ટીમ જરૂર આપવી, તેનાથી વાળ હેલ્થી રહે છે. સ્ટીમથી તેલ વાળની જડ સુધી આસાનીથી પહુચી જાય છે. તેનાથી વાળ મજબુત થાય છે અને તમારા વાળને પોષણ મળે છે.

સ્ટેપ – 3

હેરસ્પા કરતી વખતે જે પણ શેમ્પુ તમારા વાળને સુટ કરતું હોઈ તેનાથી તમારા વાળ ધોઈ લેવા પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે હેરસ્પા બાદ ડાયરેક્ટ શેમ્પુ લઈ તેને વાળ પર નાં લગાવવું પરંતુ પહેલા શેમ્પુ ને ડાયલ્યુટ કરો અને ત્યારબાદ તેનાથી તમારા વાળ ધોવા.

સ્ટેપ – 4

જો તમારા વાળ ખુબ જ ખરી રહ્યા હોઈ તો તમારા વાળમાં ઘરે બનાવેલું મેથી દાણાનું હેર માસ્ક પણ લગાવી શકો છો. હેરસ્પા કરતી વખતે છેલ્લે માસ્ક એટલા માટે લગાવવામાં આવે છે કે તેનાથી વાળમાં શાઈન આવે છે અને વાળ મુલાયમ બને છે. કોઈ પણ હેરમાસ્ક લગાવ્યા બાદ તમારે ઓછામાં ઓછુ 20 મિનીટ સુધી બેસવું, જયારે તે સુકાઈ જાય ત્યારે ધોઈ લેવું તેનાથી ઘણો જ ફાયદો મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment