ગણપતિને ખુશ કરવા અને તેના આશીર્વાદ મેળવવા ફક્ત કરો 5 આ ઉપાય, ઇચ્છિત ફળ પ્રાપ્ત થશે

જેમકે આપણે બધા જ જાણીએ છીએ કે બધા જ દેવી દેવતાઓ માં ગણપતી ને  પ્રથમ પૂજ્ય સ્થાન આપવામાં આવ્યું છે.  કોઈ પણ શુભ કાર્ય અથવા પછી કોઈ પૂજા કરવાથી પહેલાં બધા ના પહેલા ગણેશ જી ને પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો સૌથી પહેલા ગણેશજી ની પૂજા કરવી જોઈએ. એવું કરવાથી આરંભ કરેલા કાર્ય માં કોઈ પ્રકારની કોઈ બાધા ઉત્પન્ન નથી થતી અને કાર્ય સફળ થાય છે.

પહેલા ગણેશ જી ની પૂજા કરવાથી ગણેશજી નો આશીર્વાદ મળે છે જેના કારણે બધી બાધાઓ દૂર થાય છે. જે ભક્ત પોતાના સાચા મન થી ભગવાન ગણેશ જી ની પૂજા અર્ચના કરે છે તેને ભગવાન ગણેશ જી ની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં બધા કષ્ટો નો અંત થાય છે. તે વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરે છે. ગણેશ જી ની કૃપા થી તેને દરેક ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત થાય છે.

આજે અમે તમને આ લેખ દ્વારા ગણેશ જી ને પ્રસન્ન કરવા માટેના કેટલાક એવા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય ને કરીને તમે ભગવાન ગણેશ જી ને પ્રસન્ન કરી શકો છો અને પોતાના બધા કષ્ટો ને દૂર કરી શકશો.

૧. ભગવાન ગણેશને આ દિવસે ઘી અને ગોળનો ભોગ ચઢાવો. ભોગ લગાવ્યા પછી ઘી અને ગોળ ગાયને ખવાડવું જોઈએ. એવું કરવાથી ઘરમાં ધન તેમજ ખુશીઓ આવે છે.

૨. જો ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે તો ઘરના મંદિરમાં સફેદ રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ. એનાથી બધા પ્રકારની ખરાબ શક્તિઓ નો નાશ થાય છે.

૩. ભગવાન ગણેશને રોજ થોડા ચોખા અર્પિત કરો અને જે દિવસે વિસર્જન કરો એ દિવસે એ ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. સુરક્ષા બની રહેશે.

૪. દરરોજ સવારે સ્નાન પૂજા કરીને ગણેશજીને પાંચ દુર્વા અથવા લીલું ઘાસ અર્પિત કરો. દુર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઈએ. ચરણોમાં દુર્વા ન રાખો. દુર્વા અર્પિત કરતી વખતે આ મંત્ર બોલો ‘इदं दुर्वादलं ऊं गं गणपतये नमः।

૫. શમી ગણેશજી ને અત્યંત પ્રિય છે. શમીના અમુક પાંદડા નિયમિત ગણેશજીને અર્પિત કરો તો ઘરમાં ધન તેમજ સુખની વૃદ્ધી થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment