જીવનમાં આવતી વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવવા ગાય સાથે અચૂકથી કરો આ ઉપાય

ગાયનું રોમ રોમ પવિત્રતાથી ભરેલું હોઈ છે. તેના શરીરમાં બધા જ દેવી દેવતાઓ નો વાસ હોઈ છે. એટલું જ નહી ગાયને તીર્થોનું નિવાસ પણ માનવામાં આવી છે.ગાય એક હરતું ફરતું મંદિર છે એમ કહીએ તો પણ ખોટું નથી. તેની પરિક્રમા કરવાથી તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ની પરિક્રમા કર્યાનું પુણ્ય મળે છે. સમુદ્ર મંથન માંથી જે ચૌદ રત્ન નીકળા હતા એમાં એક કામધેનું હતી. ગાયની સાથે કરવામાં આવેલા નાના નાના ઉપાય આપણા જીવનની વિભિન્ન પ્રકારની સમસ્યાઓનું નિવારણ ઝડપથી કરી દે છે. જેમ કે,

  1. પિતૃદોષ થી પીડિત વ્યક્તિ નું જીવન ખુબ જ સંઘર્ષમય હોય છે. આ દોષની સમાપ્તિ માટે ગાયને પ્રતિદિવસ અથવા અમાવસ્યા ના દિવસે રોટલી, ગોળ, ચારો વગેરે ખવડાવવું જોઈએ.
  2. જો કોઈની જન્મકુંડળી માં સૂર્ય અથવા કેતુના કારણે પરેશાનીઓ આવી રહી હોય તો ગાયની પૂજા કરવા અને ચારો ખવડાવવા થી એ દોષ સમાપ્ત થઇ જાય છે, કારણકે ગાયમાં સૂર્ય-કેતુ નાડી હોય છે.
  1. જો રાત્રે સુતા સમયે ખરાબ સપના આવે છે તો સુતી વખતે ગૌમાતા નું નામ સ્મરણ કરીને સુવાથી ખરાબ સપના દેખાતા બંધ થઇ જાય છે.
  1. જે ઘરમાં ગાય પાળવામાં આવે છે ત્યાં બધા વાસ્તુદોષ દુર થઇ જાય છે. મહાભારત ના અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે કે ગાય જ્યાં શાંતિથી બેસીને શ્વાસ લે છે તો તે સ્થાનના બધા પાપને ખેંચી લે છે.
  1. સંતાન પ્રાપ્તિ માટે ગાયની નિત્ય સેવા કરવી સર્વોત્તમ માનવામાં આવે છે. ગાયના પગ ધોઈને લલાટ પર રોલીનો ચાંદલો લગાવવો, અક્ષત ચડાવવું. પછી અમુક ભોજન લડ્ડુ, પતાસા અથવા ગોળ ખવડાવીને પુત્ર પ્રદાન કરવાની પ્રાથના કરવી. એક વર્ષ સુધી નિયમિત એવું કરવાથી સંતાન સુખ અવશ્ય મળે છે.
  1. યાત્રા પર જતી વખતે જો ગાય આવતી દેખાય તો એને જમણા હાથ થી જવા દેવી જોઈએ. એવું કરવાથી યાત્રા સફળ થાય છે.
  1. જો કોઈ મનુષ્ય કોઈ વિષમ સ્થિતિમાં ફસાઈ જાય તો મહાભારત ના અનુશાસન પર્વમાં એક મંત્ર આપવામાં આવ્યો છે.

गा वै पश्याम्यहं नित्यं गाव: पश्यन्तु मां सदा ।
गावोऽस्माकं वयं तासां यतो गावस्ततो वयम् ।।

આ મંત્રનો જયારે પણ સમય મળે ત્યારે સ્મરણ કરતા રહેવાથી બધો ડર દુર થઇ જાય છે.

જયારે ગાય ચરી રહી હોય, એકાંતમાં બેઠી હોય અથવા પાણી પીઈ રહી હોય ત્યારે એને તંગ ન કરવી કે ન તો પાણી પીવાથી દુર કરવી જોઈએ. તરસી ગાય જ્યારે ક્રોધમાં જોવે છે તો એ વ્યક્તિને નરકનો ભોગ થવું પડે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment