શું તમારે પણ SBI બેંકમાં છે ખાતું ? તો ધ્યાનથી વાંચો આ સમાચાર ….

ભારતીય સ્ટેટ બેંક, જેને એસબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે, તે દેશની સૌથી અગ્રણી અને સોંપાયેલ બેંક છે. તેની દેશમાં 14,000 શાખાઓનું વિશાળ નેટવર્ક છે. એસબીઆઈ દ્વારા આપવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ તે ઉત્પાદન છે જ્યાં ગ્રાહક અમુક રકમ જમા કરે છે અને જમા કરેલા નાણાં પર વ્યાજ મેળવે છે. એસબીઆઇએફડી દર રોકાણના સમયગાળા અનુસાર અને રોકાણની રકમ પ્રમાણે બદલાય છે. ચાલો એક નજર કરીએ!.

પહેલા કેટલાક વર્ષ સુધી બેંકોમાં વ્યાજ મળવાના કારણે ફિક્સડ ડિપોઝિટ એટલે કે એફડી (FD) કરાવવી ફાયદાનો સોદો માનવામાં આવતો હતો. પરંતુ ગત કેટલાક સમયથી બેંકો તરફથી એફડી પર વ્યાજદરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સરકારી બેંક એસબીઆઇ (SBI)ના વ્યાજદરોમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. હવે એસબીઆઇ એ વધુ એક વખત એફડી પરનું વ્યાજદર ઘટાડી નાંખ્યુ છે. બેંકે 7 દિવસથી 45 દિવસોના મેચ્યોરિટી અવધિને છોડી તમામ પ્રકારની એફડીના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે.

ત્યાં જ 46 દિવસોમાં 179 દિવસોની મેચ્યોરિટી થતી એફડી માટે, એસબીઆઇ એ વ્યાજદરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે 46 થી 179 દિવસની એફડી પર વ્યાજ મળશે. આ પહેલા 5.50 ટકા વ્યાજ મળી રહ્યું હતું.

આમ જ 180 દિવસથી 210 દિવસ અને 211 દિવસથી 1 વર્ષથી ઓછી અવધિવાળી એફડી પર વ્યાજદરમાં 5.50 ટકા જ રહી ગઇ છે. પહેલા આ એફડી પર 5.80 ટકા વ્યાજ મળતું હતું. બેંકે 1થી 10 વર્ષમાં મેચ્યોર થતી એફડી પર 0.10 ટકા વ્યાજદર ઘટાડી નાંખ્યુ છે. હવે આ એફડી પર ગ્રાહકોને 6 ટકા વ્યાજ મળશે. આ નવાં દર 10 ફ્રેબ્રુઆરીથી લાગૂ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment