શું તમે જાણો છો પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટના આ ભાઇને? Bigg Boss જોડે છે ખાસ કનેક્શન

મહેશ ભટ્ટ ને તો દરેક ઓળખતા જ હશો. તે ખુબ જ મશહુર ભારતીય ફિલ્મ દિગ્દર્શક છે. તેમજ મહેશ ભટ્ટની છોકરીઓ આલિયા અને પૂજા ભટ્ટ ને પણ દરેક જાણતા જ હશો પરંતુ મહેશ ભટ્ટનો છોકરો રાહુલ ભટ્ટ વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. હકીકતમાં રાહુલ સોશલ મીડિયા પર ખુબ જ ઓછો જોવા મળે છે. હાલ સોશલ મીડિયા પર રાહુલ ભટ્ટ ની અમુક તસ્વીરોને તેની બહેન પૂજા ભટ્ટ એ શેર કરી છે.

24 જાન્યુઆરીએ મહેશ ભટ્ટના દીકરા રાહુલનો જન્મદિવસ હતો. આ ખાસ મોકા પર પૂજા ભટ્ટે ઈન્સ્ટગ્રામ પર ઘણા ફોટો શેર કર્યા. પૂજા એ નાનપણના ફોટાઓ ઈન્સ્ટગ્રામ પર શેર કરી ભાઈ ને જન્મદિવસ ની વધાઈ આપી. આ તસ્વીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

પૂજાએ આ તસ્વીરોના કેપ્શન માં લખ્યું, ‘આજે મારા ભાઈના જન્મદિવસ પર મે ફેમિલી આલ્બમ કાઢ્યો તો જુઓ શું મળ્યું.’ વાત આ તસ્વીરો ની કરીએ તો ફોટો માં પૂજા અને રાહુલનો પ્રેમ જોવા મળે છે. કોઈ તસવીરોમાં પૂજા તેના ભાઈ રાહુલને પગ પર જુલાવતી નજર આવે છે તો અમુક તસવીરોમાં પૂજાના ખભા પર રાહુલ બેઠેલો જોવા મળે છે.

https://www.instagram.com/p/B7sagJKBk-p/?utm_source=ig_web_copy_link

જણાવી દઈએ કે રાહુલ ભટ્ટ મહેશ ભટ્ટની પહેલી પત્ની કિરણ ભટ્ટની સંતાન છે. ત્યાં જ પૂજા ભટ્ટની માં પણ કિરણ ભટ્ટ જ છે. જો કે આલિયા અને શાહીન ભટ્ટ સગા ભાઈ બહેન છે જે મહેશ ભટ્ટ અને સોની રાજદાનની છોકરીઓ છે. રાહુલ મીડિયા થી દુરી બનાવી રાખે છે.

વાત રાહુલની કરીએ તો રાહુલ એક ફિટનેસ ટ્રેનર છે. રાહુલે જ આમિર ખાનને તેની ફિલ્મ દંગલ માટે ખાસ ટ્રેનીંગ આપી હતી. તેની સાથે જ ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે રાહુલ ભટ્ટ બિગબોસ ના ચોથા સીજન માં નજર આવ્યા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment