લોકડાઉન વચ્ચે હતાશ ના થાઓ, તમારા ઘરમાં આ રીતે બનાવી રાખો હકારાત્મક વાતાવરણ

દુનિયા આખી હાલ કોરોનાના કહેર થી હેરાન પરેશાન થઈ ગઈ છે. કોરોના ને લીધે હાલ ૨૧ દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આવા દિવસો ને લીધે દરેકના ઘર માં વાતાવરણને હકારાત્મક ઉર્જા થી ભરવું જરૂરી છે. અને તે વાસ્તુ મુજબ શક્ય થઈ શકે છે. જેમકે દરેક જાણે જ છે કે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આજે અમે તમને જણાવીશું કે કોરોના વચ્ચે પણ કઈ રીતે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવી શકાય. જેથી ઘરમાં એકબીજા પ્રત્યે મધુર સબંધો જળવાઈ રહે.

વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને તેના કારણે બહારની નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશ મળતો નથી. જો કે એવા અનેક ઘર પણ હોય છે જ્યાં વાસ્તુના નિયમોનો ભંગ થતો હોય છે. જેના કારણે ત્યાં નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી જતું હોય છે અને તેના કારણે સમગ્ર પરિવાર કે પરિવારના સભ્યોને હાની થાય છે. તમને જણાવી દઇ કે ઘરમાં સકારાત્મકતા લાવવાના સરળ ઉપાયો.

ઘરની હકારાત્મક શક્તિને કાયમ રાખવા માટે જરૂરી છે કે ઘરનું પ્લાસ્ટર બરાબર હોય. જો ક્યાંયથી પણ થોડું પણ પ્લાસ્ટર ઉખડી જાય તો તરત જ તેને ઠીક કરાવી લો. ઘર જેટલું પ્રાકૃતિક લાગશે તેટલી જ તેમાં હકાકાત્મક અસર વધુ હશે. ઘરને પ્રાકૃતિક રૂપ આપવા માટે સારા ફૂલ-છોડનો ઉછેરો કરો. ચારે બાજુથી ખુલ્લી હવા આવે તેમજ દૂરથી દેખાય તેવી દીવાલો પર પ્રાકૃતિક પત્થર, કુંડા વગેરેનો ઉપયોગ કરો.

ઘરમાં કલર કરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કલર એક જ જેવો હોય. શેડ એકથી વધુ હોઈ શકે છે, પણ શેડનો તાલમેલ બરોબર હોવો જોઈએ. ઘરની આસ-પાસ કોઈ ખરાબ નાળું, ગંદુ તળાવ, સ્મશાન, કબ્રસ્તાન ન હોવું જોઈએ. તેનાથી હકારાત્મકતા પર વધુ ફરક પડે છે.

ઘર ગમે તેટલું જૂનું હોય પણ સમયાંતરે તેનું સમારકામ અને જાળવણી યોગ્યરીતે થવી જોઈએ. કલરકામ વ્યવસ્થિત રીતે થતા રહેવા જોઈએ. ઘરની છત પર ક્યારેય ભંગારની વસ્તુઓ એકઠી ન કરવી જોઈએ.

ઘરમાં વધારાનો કે બિનઉપયોગી સામાન ન રાખવો જોઈએ. જો જરૂરી હોય તો એક ખુણામાં રાખો. ઘરમાં વધારાનો સામાન રાખવાથી વ્યક્તિના મન પર દબાણ પડે છે. તેનાથી વાસ્તુદોષ પણ વધે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment