ભૂલથી પણ શિયાળામાં ના ખાવી આ 5 વસ્તુઓ, વધુ જાણો આ લેખ દ્વારા ..

તમે બધા જાણો જ છો કે શિયાળો એટલે સ્વાસ્થ્યની ઋતુ. આ ઋતુમાં ખાદ્ય પદાર્થો શરીર માટે ખુબ જ લાભદાયી હોય છે. શિયાળામાં દરેક ની રોગપ્રતિકારક શક્તિ સારી રીતે કામ કરતી હોઈ છે. પરંતુ તેમ છતાં જો શિયાળા માં લોકો બીમાર પડે છે તો તેની પાછળ નું કારણ શું છે. આવો જાણીએ વિશેષ ..

શિયાળાની ઋતુ એટલે સ્વાસ્થ્ય સુધારવાની ઋતુ. તમને જાણીને નવાઈ લાગશે કે શિયાળા માં લોકોનું બીમાર પડવાનું મુખ્ય કારણ છે ડાયેટ. શિયાળાની ઠંડી ઋતુમાં જે વસ્તુને તમે બહુ પ્રેમથી ખાવ છો તે જ વસ્તુઓ તમારી હેલ્થ બગાડી પણ શકે છે. તેથી શું ખાવું અને શું ના ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે જેની પરેજી પાળવી બહુ જરૂરી છે.

ટામેટા –

આ ઋતુમાં બજારમાં મળતા લાલ ટામેટા જોઈએ ભાગ્યે જ કોઈ તેને ખાધાં વિના રહી શકે. આ ટામેટા દેખાવમાં ભલે આકર્ષક લાગતા હોય પણ તેનો સ્વાદ ઉનાળામાં મળતા ટામેટા જેવો નથી હોતો. આ અનુભવ તમે જાતે પણ કરી શકો છો. તેથી જ શિયાળામાં ટામેટાનું સેવન કરતા પહેલા સો વખત વિચારવું જોઈએ.

સ્ટ્રોબેરી –

શિયાળો આવતા સ્ટ્રોબેરીનો રંગ પણ ઝાંખો થવા લાગે છે. સ્ટ્રોબેરીના રંગનો સીધો સંબંધ ફાઇટોન્યુટ્રીશન સાથે છે. ડોક્ટર્સનું માનીએ તો હાઇન્યુટ્રીશન ફૂડ ઉનાળામાં જ ખાવા હિતાવહ છે.

ચોકલેટ કૂકીઝ –

 Chocolate cookie કોને ના ભાવે !! પરંતુ તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોવાથી આ કૂકીઝ શિયાળામાં ના ખાવા જોઈએ.

લાલ મરચું –

શરદી, સળેખમ થાય ત્યારે લાલ મરચું ખાવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર તો આ સિઝનમાં લાલને બદલે કાળા મરીનો પાવડર વાપરવો જોઈએ.

હૉકી કૉફી –

 શિયાળામાં પાણી ઓછું પીવાને લીધે લોકોનું શરીર આમ પણ હોય છે. ગરમ કોફીમાં રહેલા કેફીનના વધુ પડતા સેવનને લીધે વારંવાર પેશાબ જવું પડે છે. જેના લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે. આની માઠી અસર સીધી તમારી ત્વચા પર દેખાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment