લોકડાઉન દરમ્યાન આટલી વસ્તુ જરૂરથી ખરીદી લેવી, લોટ પૂરો થઈ જવા પર આવશે કામ

લોકડાઉન દરમ્યાન અમુક કિરાણાની દુકાનો પર સામાન ખૂટી જાય છે. એવામાં લોટથી સંબંધિત ખાવાથી જોડાયેલી બેસિક વસ્તુઓ ઘણી દુકાનો પર ખુબ જ ઓછી માત્રમાં બચી હોઈ છે. એવા સમયમાં અમુક બીજી વસ્તુઓ તમારી ભૂખ સંતોષવામાં મદદ કરી શકે છે, જેને તમારે જરૂરથી ખરીદી લેવું જોઈએ.

લગભગ તો બધાના ઘરમાં લોટની સાથે સાથે ચોખા પણ હોઈ જ છે, પરંતુ જો તમે ચાહો તો તમારા ઘરમાં સદસ્યોની સંખ્યા ના હિસાબથી એક બે કિલો વધારે રાખી શકો છો. જો તમારી પાસે લોટ ના પણ હોઈ તો ચોખાની સાથે સબ્જી બનાવી ખાઈ શકો છો અથવા તો પુલાવ બનાવી તમારી ભૂખ સંતોષી શકો છો.

ઓટના લોટમાં લોટ જેવું જ ફાયબર હોય છે, એટલે કે તે તમારી રોટલીની અછતને પૂર્ણ કરી શકે છે. જો તમે ઈચ્છો તો વેજીટેબલ દલીયા પણ બનાવીને ખાઈ શકો છે.

જો લોટ ન હોય તો સુજી પણ ઘણી ઉપયોગી થઈ શકે છે. તમે ઈચ્છો તો તેના ઢોકળા બનાવીને પણ ખાઈ શકો છો. તેમાંથી ઢોસા, ઉપમા, ઉત્તપમ પણ બનાવી શકાય છે.

ચણાનો લોટ પણ તમારું પેટ ભરવામાં મદદ કરી શકે છે. તમે ઈચ્છો તો તેનાથી ચીલા બનાવી શકો છો.

જો લોટ ન હોય તો બ્રેડ પણ ઘણું ઉપયોગી થઈ શકે છે. તેનાથી ઘણા પ્રકારની ડીશ બની શકે છે. જેમકે પકોડા, કટલેટ, સેન્ડવીચ જેવું વસ્તુઓ બનાવી શકાય છે.

માર્કેટમાં ઘણા પ્રકારના રેડી ટુ ઇટ ફૂડ આઈટમ મળે છે. પરોઠા પણ મળે છે, જેને ફક્ત તમારે સેંકીને ખાવાના જ રહે છે. લોટ ના હોવા પર આ વસ્તુઓ ખુબ કામ આવે છે.

જો તમે મેગી અથવા પાસ્તા જેવી વસ્તુ ના પણ ખાતા હોઈ તો પણ તેના એક અથવા બે પેક્ટ લાવીને રાખવા. ભૂખ્યા રહેવા કરતા સારું છે કે તમે મેગી અથવા પાસ્તા ખાઈ લો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment