માટીના વાસણમાં ભોજન કરવાથી મળશે અનેક બીમારીઓથી છુટકારો, જાણો તેના ફાયદાઓ

ઘરમાં મુકેલા માટીના વાસણ પણ તમારુ ભાગ્ય ચમકાવી શકે છે. શાસ્ત્રો મુજબ માટીના વાસણોને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પહેલા માટીના વાસણમાં જ જમવામાં આવતુ હતુ. વાસ્તુનુ માનીએ તો ઘરમાં મુકેલા માટીના વાસણ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા ઉપરાંત ઘર કે ઓફિસમાં મુકવામાં આવે તો ગુડલક ધન વૈભવ સફળતા બધુ જ મેળવી શકાય છે.

તમને જણાવી દઈએ કે પૂજા ઘરથી લઈને લગ્નના પ્રસંગે પૂજા માટે ઉપયોગમાં કરવામાં આવતા બધા જ વાસણ એટલે જ માટીના હોય છે. . આધુનિક લાઇફસ્ટાઇલને લઇને માટીના વાસણનો કોઇ ઉપયોગ કરતું નથી. પરંતુ પહેલાના સમયમાં તેનું ખૂબ મહત્વ હતું. પ્રાચીન કાળમાં માટીના વાસણમાં ખાવાનું બનાવવામાં આવતું હતું. જેથી લોકો બીમારી ઓછા પડતા હતા. મહિલીઓ ખાવાનું બનાવવાથી લઇને પાણી માટે પણ માટીના વાસણનો ઉપયોગ કરે છે. આજે અમે તમને માટીના વાસણમાં જમવાથી કયા પ્રકારના ફાયદાઓ થાય છે તે વિશે જણાવીશું …

આજના સમયમાં ઘણા લોકોને કબજિયાતની સમસ્યા થઇ જાય છે. આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાથી પણ ગેસની સમસ્યા થઇ જાય છે. જેથી તમારે માટીના તવાની રોટલી ખાવી જોઇએ. જો તમે માટીના તવા પર બનાવેલી રોટલી ખાઓ છો તો તમને કબજિયાતની સમસ્યાથી રાહત મળશે.

માટીના વાસણમાં બનેલી દાળ અને શાકભાજીમાં 100 ટકા માઇક્રો ન્યુટ્રીએન્ટ્સ રહે છે. જ્યારે પ્રેશર કુકરમાં બનેલી દાળ અને શાકભાજીના 87 ટકા પોષક તત્વ એલ્યુમિનિયમ પોષક તત્વો દ્વારા અવશોષિત કરી લેવામાં આવે છે. જેથી હવે ડાયેટિશિયન અને ન્યુટ્રિશિયન પણ માટીના વાસણમાં ખાવાનું બનાવીને ખાવાની સલાહ આપવા લાગ્યા છે.

માટીના વાસણ સુંદરતાના મામલામાં પણ આકર્ષક લાગે છે. તેને થોડાક સાચવીને રાખવા પડે છે. જેમ કે તમે ચા સામાન્ય કપની જગ્યાએ કુલડીમાં પીશો તો જેટલું સારુ લાગે છે એટલો જ તેનો ટેસ્ટ પણ વધી જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment