ફક્ત એકવાર અપનાવો લીંબુ અને લવિંગનો ઉપાય, પછી જુઓ તેનો ચમત્કાર

દરેકના જીવનમાં ઉતાર ચડાવ તો આવ્યા જ કરે છે. માણસ ખુબ મહેનત કરવા છતાં પણ તેના જીવનમાં રહેલી સમસ્યાથી બહાર નથી નીકળી શકતો. તાંત્રિક ગ્રંથોમાં અનેક એવા પ્રયોગો વિશે બતાવવામાં આવ્યા છે જેની મદદથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે. તંત્ર મુજબ લીંબુ અને લવિંગના ટોટકા દ્વારા જીવનની અનેક સમસ્યાઓને એક ઝટકામાં ખતમ કરી શકાય છે. આજે અમે એવો જ એક ઉપાય જણાવીશું જેને અપનાવવા થી જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ લવિંગ ના ઉપાય વિશે.

જીવનમાં નડતરરૂપ સમસ્યાઓને નિવારવા માટે જે પ્રયોગો કે ઉપાય કરવામાં આવે છે તેની પૂજા સામગ્રીમાં ખાસ પ્રકારના છોડ, ફળ જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તંત્ર શાસ્ત્રમાં આવી જ ચમત્કારી વસ્તુ માનવામાં આવે છે લીંબુ અને લવિંગને. આ વસ્તુઓનો સાથે પ્રયોગ કરવાથી અનેક સમસ્યાઓ માંથી છૂટકારો મળી શકે છે.

જો વેપારમાં નુકસાની થતી હોય તો શનિવારે આ ઉપાય કરવો. એક લીંબુ લઈ તેને દુકાનની ચાર દિવાલને સ્પર્શ કરાવી અને તેના ચાર ટુકડા કરી અને ચાર રસ્તા પર જઈ ચારેય દિશામાં એક એક ટુકડો ફેંકી દેવો. જ્યારે ઘરે પરત ફરતાં હોય ત્યારે પાછળ ફરીને જોવું નહીં. ઘરમાં લીંબુ નો છોડ ઉગાડવો. તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશી શકશે નહીં.

જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી કોઈ બીમારી સતાવી રહી હોય તો એક લીંબુ લેવું અને તેના પર 307 લખી અને બીમાર વ્યક્તિના માથા પરથી ઊંધી દિશામાં 7 વાર ઉતારી અને તેના એવી રીતે ટુકડા કરવા કે તેનો નીચેનો ભાગ છૂટો ન પડે. આ લીંબુ ને નિર્જન સ્થળે ફેંકી દેવું. કામમાં સફળતા મેળવવા માટે એક લીંબુ અને 4 લવિંગ લઈ હનુમાનજીના મંદિરમાં જવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો સાથે જ લીંબુ માં લવિંગ ભરાવી દેવા અને તેને સાથે લઈ જવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment