માત્ર આ એક વસ્તુ ખવડાવો પરીક્ષાના દિવસે તમારા બાળકને, સ્ટ્રેસ થશે દુર

દોસ્તો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે બાળકોની વાર્ષિક અને બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે. જેના લીધે તે ઘણા જ તણાવમાં હોઈ છે. પરીક્ષાના ડરના લીધે બાળકને સરખી ઉંઘ પણ નથી આવતી અને ડરમાં ડરમાં તે સરખું જમતો પણ નથી. તેથી દરેક માતાપિતા એ તેના બાળકની પૂરે પૂરી કાળજી રાખવી. તેની પરીક્ષા ચાલી રહી હોઈ ત્યારે તેને બરાબર ભોજન મળી રહે, તે સરખી ઉંઘ મેળવે વગેરે. આજે અમે તમને બાળકનો સ્ટ્રેસ દુર કરવા તેના માતાપિતા એ કઈ વાતની કાળજી રાખવી તે જણાવીશું.

દહીં

આપણે બધા જ જાણીએ છીએ દહીં એ કેટલું શુભ છે. દહીં ખાવાથી સ્ટ્રેસ દુર થાય છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે પરીક્ષા પહેલાં બાળકોએ દહીં આપવું જોઈએ. તે સ્ટ્રેસ બસ્ટર છે જે ચિંતાને દૂર કરે છે.

કેફીન

બાળકને પરીક્ષા સમયે કોફી પીડાવી શકાય છે. તેમાં રહેલું કેફિન તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. કોફી ન પીતા બાળકો માટે સફરજન સારો વિકલ્પ છે. 

ફ્રુટ જ્યૂસ 

જો બાળક પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે તો તેને  એક ગ્લાસ  ઓરેન્જ જ્યૂસ આપો.  તેનાથી શરીરમાં ગ્લુકોઝ વધશે.

ડાર્ક ચોકલેટ

ચોકલેટ દરેક બાળકને ભાવે જ છે. પરંતુ ડાર્ક ચોકલેટ ખાવાથી વધારે લાભ થાય છે. તેમાં એન્ટીઓકિસડન્ટ હોવાથી તે મગજને સતેજ રાખે છે. તે મગજમાં રક્ત પરીભ્રમણ પણ સુધારે છે અને તાણને દૂર કરે છે.

ઈંડા

વિટામિન બીની ઉણપથી બાળકોમાં ચીડિયાપણું વધી શકે છે. ઇંડામાં વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. ઇંડા મગજનો વિકાસ વધારે છે અને ચિંતા ઘટાડે છે. જો તમારા બાળકો ઇંડા ન ખાતા હોય તો તમે તેમને સાઇટ્રસ ફળ ખવડાવી શકો છો.

 માછલી

માછલીને મગજ માટે બેસ્ટ ફૂડ માનવામાં આવે છે. તેમાં ઓમેગા 3, ફેટી એસિડ્સ અને પ્રોટીન હોય છે જે મગજ માટે ખૂબ જ  સારા છે. માછલી ખાવાથી યાદશક્તિ પણ વધે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment