શરદી, ઉધરસ, ગેસ, અપચાથી મેળવો રાહત, ફક્ત એક જ મસાલાથી દુર થશે બધા રોગ

લગભગ બધા જ લોકો શરદી, ઉધરસ, ગેસ અને અપચાથી પરિચિત છો. આ બધા જ રોગોનો એક સરળ ઉપાય છે જો તમે તેને અપનાવી લેશો તો તમને આ બધી સમસ્યાઓ થી જલ્દી જ છુટકારો મળી જશે. આજે અમે તમને એક એવા મસાલા વિશે જણાવીશું કે જેને લેવાથી તમારી સમસ્યાઓ નો અંત લાવી શકશે.

મિત્રો, તમે બધા એ વરીયાળી વિશે તો જાણતા જ હશો. વરીયાળીનો ઉપયોગ દરેક ઘરમાં મુખવાસ તરીકે થાય છે. વરીયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થાય છે અને સ્વાદ સુધરે છે. આ સિવાય વરીયાળી શરીરને લાભ પણ કરે છે. વરીયાળીને મસાલાનો રાજા કહેવાય છે.

વરીયાળીનું સેવન શરીરમાંથી નાની મોટી બીમારીઓ દૂર થવાનું કારણ બને છે. વરીયાળી દરેક લોકો માટે સારી ગણવામાં આવે છે. તેને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી ગણવામાં આવી છે. વરીયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ તમને. 

જો તમને પેટની તકલીફ હોઈ અને તમે તે તકલીફો દૂર કરવા ઈચ્છતા હોઈ તો વરીયાળીનો પાવડર પીસી લેવો અને રોજ સવારે પાણી સાથે તેનું સેવન કરવું. તેનાથી કબજિયાત, એસિડીટીની સમસ્યા દૂર થાય છે. જો ભૂખ વધારે લાગતી હોય અને ઓવર ઈટિંગ થતું હોય તો વરીયાળીના પાવડરને દહીંમાં ઉમેરી દિવસમાં ત્રણવાર ખાવું.

જો તમને અપચાની તકલીફ રહેતી હોય તો વરીયાળીને પાણીમાં ઉકાળી ગાળી લો. આ પાણીને હુંફાળુ હોય ત્યારે પી લેવું. ઉનાળામાં વરીયાળીને પીસી તેનો લેપ બનાવી માથા પર લગાવવાથી શરીરની ગરમી દૂર થાય છે. 

ઉલટી, ઉબકાની તકલીફ રહેતી હોય તેમના માટે પણ વરીયાળી ઉત્તમ દવા છે. તેના માટે વરીયાળીના પાનનો રસ પાણીમાં ઉમેરી દર્દીને આપવો.

આ ઉપરાંત રોજની રસોઈમાં પણ તમે વરીયાળીનો ઉપયોગ કરી શકો છો. વારંવાર થતી શરદીની તકલીફ દૂર કરવી હોય તો વરીયાળી અને લવિંગનો ઉકાળો બનાવી પીવો. 

જેને ધૂમ્રપાનની આદત હોય તેમણે પણ વરીયાળીનું સેવન કરવું જોઈએ. વરીયાળીમાં ઘી ઉમેરી પીવાથી ધૂમ્રપાનની તલબ દૂર થાય છે.

વરીયાળી અને સાકરને સમાન માત્રામાં ઉમેરી તેનું ચૂર્ણ બનાવો અને રોજ આ ચૂર્ણનું સેવન સવારે અને રાત્રે કરવું. આ ચૂર્ણથી યાદશક્તિ વધે છે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment