ગુલમર્ગ – આ નામ સાંભળતા જ બર્ફીલા પર્વતો અને તેના ઢોળાવ પર સ્કીપીંગ ખેલાડીઓની છબી ઉભરાઈને આવે છે. પગ પર બાંધેલી લાંબી દંડીથી માર્ગને સરળ બનાવતા લપસી પડતા ખેલાડીઓના ચહેરા પર રોમાંચ અને ખુશી, આ છે ગુલમર્ગનો જાદુ.

ગુલમર્ગના પ્રવાસી સ્થળો –
શ્રીનગર થી ગુલમર્ગની સવારી –

ગુલમર્ગ પહોંચવાનું એકમાત્ર માધ્યમ છે સડક માર્ગ. તેથી આ નાનાકડા ગામ સુધી તમે કાર દ્વારા જ પહોંચી શકો છો. હું એટલું જરૂર કહીશ કે તમે રસ્તાના ઉત્તરાર્ધમાં ક્યારેય ના સુવો. જ્યારે શ્રીનગરથી તમારી યાત્રા શરૂ થશે, ત્યારે તે કોઈ સામાન્ય મધ્યમ વર્ગના શહેરની બહાર જવા જેવું હશે.
સૂર્ય દર્શન સ્થળ –

ગુલમર્ગમાં પ્રવેશ કરતા પહેલા, એક તીવ્ર વળાંક પર જોવાલાયક સ્થળ છે. અહીં તમે ખીણની એક બાજુ ચળકતા સૂર્ય કિરણો અને બીજી બાજુ બરફથી ઢંકાયેલા પર્વતનું મનોહર દૃશ્ય જોઈ શકો છો. આ અદ્ભુત દ્રશ્ય સૌ પ્રથમ ગુલમર્ગમાં તમારું સ્વાગત કરે છે અને તમને આ શહેરની સુંદરતાનો પરિચય કરાવે છે.
ગુલમર્ગ ગોંડોલાની સવારી –

જો તમે ગુલમર્ગ ગોંડોલાની સવારી નથી કરી, તો માની લો કે તમે ગુલમર્ગની યાત્રા જ નથી કરી. તમે વિચારી રહ્યા હશો કે આ ગોંડોલા શું છે. તે લોખંડના તાર પર લટકતું એક એવું વાહન છે જેને કેબલ કાર કહેવામાં આવે છે. તે તમને થોડી ક્ષણોમાં જ પર્વતની ટોચ પર પહોચાડી દે છે.
અપરવાટ પર્વત ગુલમર્ગ ગોંડોલા –

આ સવારીનો પ્રથમ માળ તમને અપરવાટ પર્વતની સંપૂર્ણ ઊંચાઈની મધ્ય ભાગ સુધી લઈ જાય છે. સૌથી સરળ અને આનંદપ્રદ રમત છે બરફ સાથે રમવું. રમવા માટે ચારે બાજુ બરફ જ બરફ છે. આની સાથે જ તમે સ્લેજ અને ખચ્ચરની પણ સવારી કરી શકો છો.
અપરવાટ પર્વતની ચોટી –

આગળની કેબલ કાર લગભગ અપરવાટ પર્વતની ટોચ પર જાય છે. આ યાત્રામાં શરૂઆતમાં તમે પર્વતને નીચેથી ઉપર જોશો. દસ મિનીટ બાદ તમે સમાન દૃશ્ય ઉપરથી નીચે જોઈ શકશો. તમે ખુબ જ આનંદ મેળવી શકશો. અહી જો તમે સ્કીઇંગમાં નિપુણ નથી તો પણ તમે સ્કીનો આનંદ માણી શકો છો. અહી તમને પૂરી ગાઈડ સેવા મળી રહેશે.
કાશ્મીરી વાનગીઓનો આનંદ લો –

આજકાલ આતિથ્ય ઉદ્યોગ મહેમાનની વ્યક્તિગત પસંદગીથી વાકેફ છે. તેથી તેઓ વાજ્વાન સમાન પ્લેટ પીરસે છે, પરંતુ બધા તેમની પોતાની થાળીમાંથી જ ખાય છે. વાજ્વાન મુખ્યત્વે માંસાહારી ખોરાક છે. મેં અખરોટની ચટણીથી શાકાહારી વાજ્વાન શરૂ કર્યા. જો તમારું પેટ બહુ ભરેલું લાગે, તો કાશ્મીરી ચા, કાવાનો આગ્રહ કરો તેનાથી શાંતિ મળશે.
ગુલમર્ગ નગરમાં પદયાત્રા કરો –
આ પહાડી પર્યટન સ્થળનું મુખ્ય આકર્ષણ છે અહીના પર્વત, ઝાડ, પરિદ્રશ્ય, ખુલ્લું આકાશ અને આ બધાનું અદ્ભુત સંમીશ્રણ. તેનો આનંદ ઉઠાવવાનો સર્વોત્તમ ઉપાય છે ચાલતા ચાલતા ચારે બાજુને નિહારવી. કોઈ પણ અન્ય પહાડી પર્યટન સ્થળો સમાન ગુલમર્ગ પણ વિવિધ ઋતુઓમાં અલગ હોઈ છે. તમે જ્યારે પણ ગુલમર્ગ પ્રવાસની યોજના બનાવો, ત્યારે ત્યાંના મોસનું પુર્વામાન અવશ્ય મેળવવું. મોસમ મુજબ જ સામાન સાથે લઈ જાઓ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team