જાણો ભોજનમાં વપરાતી અડદની દાળ કેવી રીતે કરી શકે છે તમને માલામાલ ..

જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે અડદની દાળ શિયાળામાં ખાવાથી તેમાંથી ખૂબ જ શક્તિ મળે છે. આપણા બધાના ઘરમાં અડદની દાળમાંથી બનતા અનેક વ્યંજનો ખાવામાં આવતા હશે. અડદની દાળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ખાસ કરીને અને આથી જ કદાચ આપણે શિયાળામાં અડદિયા પાક ખાવાનું વધુ પસંદ કરીએ છીએ.

આજે તમને જણાવી દઈએ કે તમારા જીભનો સ્વાદ વધારતી આ અડદ ની દાળ તમને બનાવી શકે છે ધનવાન..! જી હા, જાણીને તમને નવાઈ લાગશે કે અડદની દાળ ના અમુક એવા ઉપાય જે તમારી ભાગ્યની રેખા બદલાવી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અડદની દાળના કંઈક એવા જ ઉપાય જે તમારી ગરીબી તો દૂર કરશે જ પરંતુ સાથે સાથે જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. આવો જાણીએ વધુ તેના વિશે ..

દુર્ભાગ્ય દૂર કરે છે –

શનિવારને ભગવાન શનિનો દિવસ ગણવામાં આવે છે. તથા લોકો ભગવાન શનિના પ્રકોપથી બચવા માંગતા હોય છે. જો તમે પણ ભગવાન શનિને ખુશ કરવા માંગતા હો તો શનિવારના દિવસે કરો આ ઉપાય. શનિવારની સંધ્યાકાળે અડદના આખા દાણા પર થોડું દહીં અને સિંદુર લગાવી તેને પીપળાના ઝાડની નીચે મૂકી દો.

આવું એકધારા ૨૧ દિવસ સુધી કરવું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પીપળના વ્રુક્ષ નીચે દાણા મૂક્યા બાદ ઘરે જતી વખતે પાછળ ફરીને જોવું નહીં. સતત 21 દિવસ આ ઉપાય કરવાથી તમને દરિદ્રતામાંથી છુટકારો મળશે તથા મા લક્ષ્મીની કૃપા સદાયના માટે તમારા પર બની રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment