જો તમને પણ બ્રશ કરતી વખતે પેઢામાંથી નીકળે છે લોહી તો થઈ જાવ સાવધાન !! હોઈ શકે છે તે ગંભીર બીમારીનો સંકેત

દોસ્તો, જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે સવારે ઉઠતા જ આપણે સૌથી પહેલા બ્રશ કરવાનું પસંદ કરીએ છીએ, ત્યારબાદ જ સ્નાન, ભોજન વગેરે કરતા હોઈએ છીએ. પરંતુ કેટલીક વાર આપણે બ્રશ કરીએ ત્યારે આપણા પેઢામાંથી લોહી નીકળે છે એવું શા માટે થાય છે તેનું કારણ આજે અમે તમને જણાવીશું. આ બધા ને લીધે આપણે ઠંડુ કે ગરમ એક પણ વસ્તુ ખાઈ શકતા નથી અને ભૂલ થી પણ જો ઠંડુ કે ગરમ ખાઈ લીધું તો દાંત કળવા લાગે છે.

આખરે શા માટે બ્રશ કરતી વખતે પેઢામાંથી નીકળે છે લોહી ? આજે અમે તમને તેના ઉપાયો વિશે જણાવીશું. જો તમને પણ આ તકલીફ રહેતી હોઈ તો તમે આ ઉપાયો કરી શકો છો અને જો વધારે પડતું જ લોહી નીકળે તો અચકાયા વગર ડોક્ટર પાસે જઈ તેની સારવાર લઈ શકો છો.

પેઢામાંથી લોહી નીકળવાના કારણ

બ્રશ કરો ત્યારે ખુબજ વજન આપવાથી.
 શરીરમાં વિટામીન સીની ઉણપ હોવી.
રાત્રે સુતી વખતે બ્રશ ન કરવું કે ખોરાક ફસાયેલો હોય અને સુઈ જવુ.
ચોકલેટ આઇસ્ક્રીમ ખાવાથી આ સમસ્યા વકરે છે.

આ તકલીફ માટે કરો આ ઉપાય


આયુર્વેદિક ટુથપેસ્ટથી બ્રશ કરો, જેમાં લવીંગ, નમક અને હળદર જેવા તત્વો હોય. કાચા ફળોને ચાવીને ખાવ જેનાથી દાત મજબુત થશે. પેઢામાંથી લોહી નીકળે તો રાસબેરી ફાયદાકારક છે. રોજ 10 થી 12 રાસબેરી ખાઈ લેવાથી દાત સાથે જોડાયેલી સમસ્યાઓ દુર થશે.

આ સિવાય તમે દિવસમાં બે વખત બ્રશ કરો. ગળ્યુ ખાધા પછી કોગળા કરો. ગ્રીન-ટી, સોયા અને લસણનો ઉપયોગ કરો. આ બધાનો સારી રીતે ઉપયોગ કરવાથી તમેં પેઢાને લગતી સમસ્યાથી છુટકારો મેળવી શકશો અને આરામથી બધી જ વસ્તુઓ નું સેવન કરી શકશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment