હિંદુશાસ્ત્રો મુજ્બ સવારે ઉઠ્યા પછી તુરંત કરો આ કામ, થશે ગજબનો અનુભવ

જેમકે આપણે દરેક જાણીએ છીએ કે આજકાલ ઘણા લોકોની એવી આદત બની ગઈ છે કે સવારે ઉઠતાની સાથે જ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. જણાવી દઈએ કે સારો દિવસ પસાર કરવા માટે, આપણે સવાર આપણી અંદર અને બહાર એટલે કે મનમાં અને ઘર માં શાંતિ અને ખુશી જોઈએ છે. આપણી આંખો ખોલીને જ આપણો દિવસ બગાડે એવું કંઈપણ જોવાનું આપણને ગમતું નથી. આપણો દિવસ આપણા માટે શુભ બને માટે મુનિઓએ આપણને કર દર્શનમનો સંસ્કાર આપ્યો છે. આપણી સંસ્કૃતિ આપણને ધર્મમય જીવન જીવવાનું શીખવે છે. સવારે ઉઠીને તમારી હથેળીઓ જોવાના ઘણા બધા ફાયદા હોય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું, આ ફાયદા વિશે જાણીને તમે પણ દંગ રહી જશો.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા ભાગ્યની રેખાઓ આપણા હાથોમાં જ હોય છે. સવારે ઉઠીને જો તમે સૌથી પહેલા પોતાની હથેળીઓ જોશો, તો તેનાથી તમારો આખો દિવસ સારો જ પસાર થશે. હથેળીઓ જોઇને બોલવો આ મંત્ર.

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।

करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम्।।

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, હથેળીના મધ્ય ભાગમાં મહાલક્ષ્મી અને ઉપરના ભાગમાં માં સરસ્વતીનો વાસ હોય છે. તેનો અર્થ એ છે કે જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જોશો, તો તેનાથી તમને માતા રાણીના દર્શન પણ થજે જશે, અને તમારા તમામ કામ પણ સફળ થશે. એટલા માટે જો બની શકે તો સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જ જુવો.

એવું પણ કહેવામાં આવે છે કે, આપણી હથેળીઓમાં દેવતાઓનો વાસ હોય છે. તેવામાં જો તમે સવારે ઉઠીને તમારી હથેળી જોશો તો તેનાથી તમે આખા દિવસ માં જે પણ કામ કરશો, તે હંમેશા સારા જ થશે. ત્યાં સુધી કે એમ કરવાથી તમને જીવનભર કોઈ કાર્યમાં નુકશાન થતું નથી અને તમારું નસીબ હંમેશા તમારી સાથે રહે છે.

જીવનમાં આવનાર કોઈ પણ અડચણોને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રના જાપથી તેમને એટલું જ ફળ મળશે જેટલું ફળ વિષ્ણુ સહસ્ત્રનામના જાપથી મળે છે.

“नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे.

सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:!!!”

હથેળી જોવાના લાભ

વિજ્ઞાનમાં હથેળીના દર્શનનો અર્થ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે હથેળીઓને એકબીજા સાથે ઘસીને આંખો પર મુકવી જોઈએ. સવારે ઉઠીને હથેળીઓના દર્શન કરવાનું એક કારણ વિજ્ઞાનમાં છે એમ કરવાથી આંખોમાં લોહીનો પ્રવાહ આખી રાતની ઊંઘ પછી વ્યવસ્થિત રીતે થવા લાગે છે અને આંખોનું તેજ વધે છે. આવી રીતે દરરોજ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે.

ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. સંસારમાં મનુષ્ય સારા ખરાબ જે પણ કાર્ય કરે છે,  તે હાથથી જ કરે છે આ  હાથ જ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે. મૂળ  શ્લોક્માં જણાવ્યું છે કે માનવ જીવનની સફળતા માટે સંસારમાં ત્રણ વસ્તુઓની જરૂર  હોય છે. ધન, જ્ઞાન અને ઈશ્વર એમાંથી એક પણ વગર જીવન અધૂરુ  છે.  આ ત્રણ લભ્યભૂત વસ્તુઓ આપણા હાથ , જે કર્મના પ્રતીક છે માં નિવાસ કરે છે. એટલે હાથ દ્વારા શુભ કાર્ય કરી આપણે આ વસ્તુઓ મેળવી શેકીએ છીએ. આથી હાથના અવલોકન કર્લિતો શ્લોક બોલીને ભાવનાને  આત્મસાત કરવું જોઈએ. અને દૃઢ નિશ્ચય કરવો  જોઈએકે હું બીજાના સહારે ન રહી પોતાના હાથ ઉપર નિર્ભર રહીશ એનાથી પરિશ્રમ કરી દરિદ્રતાને પરાસ્ત કરીશું અને અંતમાં મારા ગોવિંદને મેળવી જીવનમુક્ત થઈ જઈશુ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment