માત્ર 6 મહિનામાં 125 કિલોમાંથી ઉતાર્યું ૩૦ કિલો વજન જાણો કેવી રીતે

દરેક માણસ ફીટ અને હેલ્થી રહેવા માંગે છે પરંતુ આ ભાગદોડ ભરી જિંદગી માં ઘણીવાર આ આસાન નથી હોતું.ખરાબ જીવનશેલી અને ઉચિત ખાનપાન ના હોવાને લીધે શરીર પર ચરબી જમવા લાગે છે જેનાથી મોટાપો વધે છે અને માણસનો આત્મવિશ્વાસ કમજોર પડી જાય છે.

40 વર્ષીય બીઝનેસમેન ઇશ્વિંદર સિંઘ સોઢીની આ કહાની છે. ખરાબ જીવનશેલીના લીધે ઇશ્વિંદરનું વજન 125 કિલો થઈ ગયું હતું. કમર ની સાઈઝ વધવા પર ઇશ્વિંદરએ વજન ઘટાડવાનો નિર્ણય લીધો અને કડી મેહનત થી 6 મહિનામાં 30 કિલો વજન ઘટાડ્યું. હવે તેનું વજન 90 કિલો છે. આવો જાણીએ ઇશ્વિંદરની કહાની…

આવી રીતે કર્યો વજન ઘટાડવાનો નિર્યણ

મારું વજન 125 કિલો થઈ ગયું હતું. એક વખત એવો આવ્યો કે શીશામાં ખુદને જોઈ મને શરમ આવવા લાગી અને વધતા મોટાપા ના લીધે મારો આત્મવિશ્વાસ કમજોર પડવા લાગ્યો. મારી કમરની સાઈઝ 42 ઇંચ થઈ ગઈ હતી ત્યારે મેં વજન ઘટાડવાનો નિર્યણ કર્યો.

વજન ઘટાડવા મારો ડાઈટ પ્લાન

સવારનો નાસ્તો: 150 ગ્રામ ચિકન, એક ટુકડો બ્રાઉન બ્રેડ

બપોરનું ભોજન: 200 ગ્રામ ચિકન, ચોખા, શાકભાજી

ડિનર: 150 ગ્રામ ચિકન, શાકભાજી

​ મારું ફિટનેસ સિક્રેટ

વજન ઘટાડવા દરમિયાન, મેં જોયું કે કાર્ડિયો કરવાથી અને ખૂદને લાંબા સમય સુધી ભૂખે રાખવાથી, સ્નાયુઓ નબળી પડે છે, જેનાથી આપણને લાગે છે કે આપણું વજન ઓછું થઈ ગયું છે. હું માનું છુ કે વજન ઓછું કરવા માટે સંતુલિત આહારની સાથે કાર્ડિયો, વજન તાલીમ અને મર્યાદિત વર્કઆઉટ્સ જરૂરી છે.

મારું વર્કઆઉટ

વજન ઘટાડવા માટે, હું દરરોજ 40 થી 60 મિનિટ વજનની તાલીમ અને 40 મિનિટ કાર્ડિયો કરું છું.

​ જીવનશૈલીમાં કર્યો આ બદલાવ

વજન ઓછું  કરવા માટે સારી જિંદગી ખુબ જ જરૂરી છે. મેં સમય પર સુવા અને ઉઠવાની આદત પાડી અને ભોજન ની માત્રાને પણ નિયંત્રિત કર્યું. જેનાથી મોટાપો ઓછો કરવામાં ખુબ જ મદદ મળે છે.

આ રીતે કડી મહેનતથી ઇશ્વિંદરએ 6 મહિનામાં વજન ઓછું કરી તેનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવી લીધો. જો તમે પણ મોટાપા થી પરેશાન છો તો આ કહાનીથી તમને પ્રેરણા મળી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment