લ્યો બોલો ..!! કોરોનાના આવા ભયંકર કહેર વચ્ચે પણ એક અબજોપતિ પરિવાર મહાબળેશ્વર ફરવા નીકળી પડ્યો

કોરોના નો કહેર હજુ કેટલા દિવસ ચાલશે, તેનાથી શુ અને કેટલું નુકશાન થશે તેનો અંદાજો હજુ થઈ શકે તેમ નથી. હાલ, પૂરો દેશ લોકડાઉન ના લીધે અત્યારે બંધ છે. આવા ભયંકર કોરોનાને લીધે લગભગ 100 કરોડથી પણ વધુ લોકો અત્યારે તેના ઘરોમાં જ રહેલા છે અને સરકારના આદેશોનું પાલન કરી રહ્યા છે. કોરોનાએ અત્યાર સુધી ઘણા માસુમોના જીવ લીધા છે.

આ બધા વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉનમાં વીઆઈપી ટ્રીટમેન્ટના કેસે આખી વ્યવસ્થા પર જ પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના પ્રમોટર કપિલ અને ધીરજ વધાવન પોતાના પરિવારની સાથે લોકડાઉન તોડી મહાબળેશ્વર ફરવા પહોંચ્યા. ત્યારબાદ હવે પ્રશાસનથી લઇ ઠાકરે સરકાર બરાબરની ઘેરાઇ છે. આવો જાણીએ આખરે પૂરો મામલો શું છે ..

શું છે આખો મામલો?

જણાવી દઈએ કે DHFLના પ્રમોટર વધાવન બંધુ મહાબળેશ્વર ફરવા ગયા હતા, અહીં તેમની સાથે પરિવારના સભ્ય અને કેટલાંય સહાયક પણ હતા. જ્યારે તેઓ મહાબળેશ્વરમાં આવેલા પોતાના બંગલામાં પહોંચ્યાં તો અહીંના આસપાસના લોકોએ તેમના આવવાની સૂચના પોલીસને આપી દીધી. ત્યારબાદ જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને અહીં આવવાનું કારણ પૂછયું.

સૂત્રોનું માનીએ તો પોલીસના પ્રશ્નો પર વધાવન બંધુઓની તરફથી મેડિકલ ઇમરજન્સીનું કારણ હતાવ્યું. પરંતુ પોલીસે બાતમાં તમામને ક્વારેન્ટાઇનમાં લઇ લીધા અને લોકડાઉનનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કર્યો. તમામ 23 લોકો પર સેકશન 188 સિવાય સેકશન 51ની અંતર્ગત કેસ નોંધ્યો છે.

પરમિશનવાળી ચિઠ્ઠી પર પ્રશ્ન

જ્યારે આ કેસ ચર્ચામાં આવ્યો તો વિપક્ષની તરફથી સરકાર પર પ્રહારો થયા. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ પર પ્રશ્નો ઉભા કર્યા. આ બધાની વચ્ચે તપાસમાં લાગ્યું કે વધાવણ બંધુ સરકારની તરફથી જ મંજૂરી મળ્યા બાદ મહાબળેશ્વર ફરવા માટે આવ્યો હતો.

જ્યારે પોલીસે વધાવણ બંધુઓને મહાબળેશ્વર આવવાનું કારણ પૂછયું તો તેમની તરફથી એક ચિઠ્ઠી દેખાડવામાં આવી. આ ચિઠ્ઠી મહારાષ્ટ્રના પ્રિન્સિપલ સેક્રેટરી (હોમ) અમિતાભ ગુપ્તાની હતી, જે 8 એપ્રિલના રોજ રજૂ કરાઇ હતી. જેમા લખ્યું હતું કે વધાવન પરિવાર તેમના ઓળખીતા છે, તેઓ કોઇ પારિવારિક ઇમરજન્સીના લીધે મહાબળેશ્વર જઇ રહ્યા છે. એવામાં તેમને જવા દેજો. પરંતુ જ્યારે પોલીસ તેમના ફાર્મ હાઉસ પર પહોંચી તો એવી કોઇ પરિસ્થિતિ નહોતી.

વિપક્ષે આરોપ મૂકયો, ઉદ્ધવે તપાસના આપ્યા આદેશ

આ આખા કેસ પર જ્યારે વિવાદ વધવા લાગ્યો તો દેવેન્દ્ર ફડણવીસની તરફથી સરકાર પર આરોપ મૂકાયો જેમાં તેમને વીઆઈપી ટ્રીટમેન્ટની વાત ઉઠાવી. આ વિવાદ વધતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ એક્ટિવ થઇ ગયા, તેમણે તરત જ મહારાષ્ટ્ર પોલીસના ડીજીપી સાથે વાત કરી અને આખા કેસની માહિતી મેળવી.

ત્યારબાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને માહિતી આપી કે આખા કેસની તપાસ થવા સુધી અમિતાભ ગુપ્તાને રજા પર મોકલી દેવામાં આવે અને હવે આ ચિઠ્ઠીની તપાસ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે એવામાં જો આ પ્રકારની બેદરકારી સામે આવે છે તો કેટલાંય પ્રશ્નો ઉભા થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment