નાના-મોટા બધા જ સપના સાકાર કરવા હોય તો અગત્યનું છે કે માસિક બજેટને યોગ્ય બનાવો આ રીતે

  1. દરેક વખત સપનું આવે છે પણ સાકાર થતું નથી?
  2. કોઈ વસ્તુ ખરીદવી છે પણ એટલું બજેટ નથી?
  3. છોડી દીધેલા નિર્ણય પર પસ્તાવો થાય છે?
  4. હંમેશા આર્થિક ભીંસમાં જ રહો છો?

નોકરી કે ધંધો વ્યવસ્થિત ચાલતો હોય છતાં તમે હર હંમેશા આર્થિક તંગીની સ્થિતિમાં જીવી રહ્યાં છો તો એ સૂચવે છે કે તમારા પ્લાનિંગ(બજેટ)માં સુધારો લાવવાની જરૂર છે. પૈસાના ગણિતમાં સાવધાનીથી ગણતરી કરવામાં આવે તો સમજાય ક્યાં ભૂલ રહી જાય છે.

મોટાભાગના લોકોની આ છે સમસ્યા :

આપણે સૌ જે જિંદગી જીવી રહ્યાં છીએ એમાં જરૂરિયાત અને ઇચ્છાઓ બંને વચ્ચે સહેજ પાતળી ભેદરેખા છે. જો ઇચ્છાઓ વધુ હશે તો જે જરૂરી છે એ બાકી રહી જશે. અને અંતે દેવું કરવું પડશે. એટલા માટે જરૂરિયાત અને ઇચ્છાઓ બંનેને સમજતા શીખો. વર્તમાન સમયમાં જેના વગર ચાલે એમ નથી એ નિર્ણય કરવાથી બજેટ પ્લાનિંગને યોગ્ય કરી શકાય છે.

પરફેક્ટ ઉદારહણ :

એક ઉદારહણ થકી આ લેખને સમજવાની કોશિશ કરીએ :

માની લો, તમારી પાસે એક મોબાઈલ છે. પરંતુ તમે એ મોબાઈલને બદલે નવી લેટેસ્ટ મોબાઈલ લેવાનું ઈચ્છો છો. તો એ માટે જે ખર્ચ કરવો પડે એ ઈચ્છાપૂર્તિ માટે છે, જેને બિનજરૂરી ખર્ચ એવું પણ કહી શકાય. આ જ વખતે જૂનો મોબાઈલ પાણીમાં પડી જવાથી બંધ થઇ જાય અને એ માટે તમારે નવો મોબાઈલ ખરીદવો પડે એ જરૂરી બને છે તો એ જરૂરિયાત ખર્ચ ન કહેવાય બલકે જરૂરિયાત પૂર્ણ કરવા માટે વાપરેલ પૈસા કહેવાય.

એમાં પણ જો તમે મોબાઈલ ફોનને માત્ર વાતચીત માટે યુઝ કરો છો તો એવું જરૂરી નથી કે મોંઘો જ મોબાઇલ ખરીદ કરવો!! કામ ચાલી જાય એવી ચીજની પસંદગી કરીને જરૂરીયાતને પૂર્ણ કરી શકાય છે.

આર્થિક તંગીને હળવી કરવા માટે એ જ નિયમ રાખવો કે જરૂરિયાત છે તપાસવી. ખર્ચ કરતા પહેલા ખુદને જ પ્રશ્ન કરો કે શું ખર્ચ કર્યા વગર આપણું કામ ચાલી જાય એમ છે? બસ, આ વાતને મગજમાં કાયમી માટે સેવ કરી લો તમે ચોક્કસથી આર્થિક તંગીમાંથી બહાર આવી જશો.

આવી જ અન્ય માહિતી વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અને આ લેખને મિત્રો સાથે શેયર કરજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment