કોરોના બચાવ – ફક્ત આ ૩ વસ્તુથી હવે ઘરે જ બનાવો હેન્ડ સૈનેટાઈજર જેલ

દુનિયાભરમાં કોરોના વાઈરસ અત્યાર સુધી લગભગ 5 હજાર લોકોની જાન લઈ ચુક્યો છે. લાખો દર્દીઓ તેનાથી સંક્રમિત છે. કોરોનાને ડરને લીધે માસ્ક અને હેન્ડ સૈનેટાઈજર નો ઉપયોગ ઘણો વધી ગયો છે. મેડીકલ સ્ટોરમાં તેની અછત થઈ ગઈ છે. કોરોનાથી બચવા ડોકટર વારંવાર હાથ સાફ કરવાની સલાહ આપી રહ્યા છે. જેના લીધે હેન્ડ સૈનેટાઈજર નો ઉપયોગ ઘણો જ વધી ગયો છે. આજે અમે તમને ઘરે જ હેન્ડ સૈનેટાઈજર જેલ અને સ્પ્રે તૈયાર કરવાની રીત વિષે જણાવીશું.

કેવી રીતે બનાવવું હેન્ડ સૈનેટાઈજર જેલ

આટલી વસ્તુની પડશે જરૂર

  • આઇસોપ્રોપીલ આલ્કોહોલ
  • એલોવેરા જેલ
  • ટી ટ્રી ઓઈલ

કેવી રીતે બનાવવું

એક ભાગ એલોવેરા જેલમાં ત્રણ ભાગ આઇસોપ્રોપીલ આલ્કોહોલ ઉમેરો. સુગંધ માટે તેમાં ટી ટ્રી તેલના થોડા ટીપાં ઉમેરો. ત્યારબાદ, જેલ ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

કેવી રીતે બનાવવો હેન્ડ સૈનેટાઈજર સ્પ્રે

આટલી વસ્તુની જરૂરત રહેશે

  • આઇસોપ્રોપીલ આલ્કોહોલ
  • ગ્લિસરોલ
  • હાઇડ્રોજન પેરોક્સાઇડ
  • નિસ્યંદિત પાણી
  • સ્પ્રે બોટલ

કેવી રીતે બનાવવું

દોઢ  કપ આલ્કોહોલમાં બે ચમચી ગ્લિસરોલ ઉમેરો. તમે ગ્લિસરોલ જગ ઓનલાઈન ખરીદી શકો છો. એ ખુબ જરૂરી છે કેમકે તેના ઉપયોગથી લિક્વિડ મિક્સ સારી રીતે થઈ જાય છે અને હાથ એલ્કોલ અને બીજા લિક્વિડ થી દુર રહે છે.

તેમાં એક ચમસી હાઇડ્રોજન પેરોક્સાઇડ, એક ચોથાઈ  નિસ્યંદિત પાણી ઉમેરો.

હવે આ સોલ્યુશનને સ્પ્રે બોટલમાં ભરો. તે જેલ નહી, સ્પ્રે છે.

આટલી સાવધાની જરૂરથી રાખો

જણાવી દઈએ કે આ પ્રવાહીના મિશ્રણમાં તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો તે સારી રીતે સાફ થવી જોઈએ.

જો ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ ગંદી હશે, તો આખું પ્રવાહી અસરકારક રહેશે નહીં. WHO મુજબ, મિશ્રણ બાદ લિક્વિડ ને ઓછામાં ઓછું 72 કલાક સુધી છોડી દેવું.

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, જો સેનિટાઇઝર અસરકારક બનાવવું હોઈ તો તેમાં ઓછામાં ઓછું 60 ટકા આલ્કોહોલ હોવું જરૂરી છે.

99 ટકા આઇસોપ્રોપીલ આલ્કોહોલ સાથે મિશ્રણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. વોડકા, વ્હિસ્કી વગેરે અસરકારક હોતી નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment