માત્ર 10 મિનીટ કરો આ કામ, મલાઈની રીતે નીકળી જશે બધી ચરબી

જો તમે ફીટ રહેવાની સાથે આકર્ષક લુક મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારી બોડીનું વજન અને સાઈજ પર ધ્યાન આપવું પડશે. જો તમે પણ તમારા પેટની વધેલી ચરબી થી પરેશાન છો તો યોગ તમારા માટે ઘણો મદદગાર થઈ શકે છે. આવો જાણીએ પેટની ચરબી ઘટાડવા કયા આસનો કરવા જોઈએ.

ભુજંગાસન

ભુજંગાસન થી પેટની ચરબી ઓછી થાય છે. સાથે જ બાજુ, કમર અને પેટ ની માંસપેશીઓને મજબૂતી મળે છે. તેના માટે પેટને બળ સીધા સુઈ જાઓ અને બંને હાથોને માથા નીચે રાખો. બંને પગના પંજા ને સાથે રાખો. હવે માથાને સામેની બાજુ ઉઠાવો અને બંને બાજુઓ ને કંધા સમાન રાખો જેનાથી શરીર નો ભાર બાજુઓ પર ના પડે. શરીરના આગળના ભાગને બાજુઓ ના સહારે ઉઠાવો. શરીર ને સીધું કરો અને લાંબો શ્વાસ લો. થોડા સમય સુધી આ અવસ્થા માં રહ્યા બાદ પેટને બળ સુઈ જાઓ.

બલાસન

તેના માટે ઘૂંટણ દ્વારા જમીન પર બેસી જાઓ જેથી શરીર નો બધો ભાગ એડીઓ પર આવે. ઊંડો શ્વાસ લેતા લેતા આગળની બાજુ ઝૂકો. તમારી છાતી જાંઘ ને અડવી જોઈએ અને માથાને જમીન પર અડાડવાની કોશિશ કરવી. અમુક સેકંડ આ અવસ્થા માં રહ્યા બાદ શ્વાસ છોડતા પાછા એ જ અવસ્થામાં આવી જાઓ.

પશ્ચિમોત્તાનાસન

આ આસન પેટની ચરબી ઓછી કરવા ખુબ જ પ્રભાવી આસન છે. તેના માટે સૌથી પહેલા સીધા બેસી જાઓ અને બંને પગને સામેની બાજુ સીધા ફેલાવી દો. બંને હાથો ને ઉપરની બાજુ ઉઠાવો અને કમર ને બિલકુલ સીધી રાખો. ત્યારબાદ ઝુકી બંને હાથો  થી પગના બંને અંગુઠા પકડવાની કોશિશ કરો. ધ્યાન રહે આ દરમ્યાન તમારા ઘૂંટણ વળે નહી અને નાં તો પગ જમીનથી ઉપર ઉઠે. અમુક સેકંડ આ અવસ્થામાં રહ્યા બાદ પાછા સામાન્ય અવસ્થા માં આવી જાઓ.

ધનુરાસન

આ આસન પેટની ચરબીને ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. તેમાં ઊંઘા સુઈ અને બંને પગ ને વાળી હાથથી પકડો અને નીચે તેમજ ઉપર થી ખુદને સ્ટ્રેચ કરો. આ અવસ્થામાં ૩૦-૬૦ સેકંડ સુધી રહો.

ઉષ્ટસન

આ આસન પેટને સપાટ કરવામાં મદદ કરે છે. તેના માટે વજ્રાસન માં બેસો, ત્યારબાદ ઘૂંટણ દ્વારા ઉભા થઈ જાઓ. ઘૂંટણ થી કમર સુધીનો ભાગ સીધો રાખો અને પીઠને પાછળ ની બાજુ વાળી હાથોથી પગની એડીઓ પકડી લો. હવે માથાને પાછળની બાજુ ઝુકાવી દો. આ અવસ્થામાં ૧૦-૧૫ સેકંડ સુધી રહો. એવું ૨-૩ વાર કરવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment