કરીના કપૂરે આ ફોટો પોતાના ઓફિકિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ચાહકો આ ફોટા પર ખૂબ ઉગ્ર પ્રતીભાવ આપી રહ્યા છે. હાલ તસવીર ને આસરે 5 લાખથી વધુ વખત જોવાઈ છે.
કરીના કપૂર તેની ફિલ્મો તેમજ તેની શૈલી માટે પણ ખૂબ જ જાણીતી છે. કોરોનવાયરસને કારણે, અભિનેત્રી આજકાલ એકલતામાં છે, પરંતુ ઘરે રહીને પણ, અભિનેત્રીની સ્ટાઇલિશ શૈલીની કોઈ કમી નથી. તાજેતરમાં જ કરીના કપૂરનો એક ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ ફોટામાં કરીના એટીટ્યુડમાં ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણે સફેદ કલરનો શર્ટ અને જીન્સ પહેર્યું છે. કરીનાના આ ફોટા પર અર્જુન કપૂરે રમૂજી ટિપ્પણી કરી હતી.
કામની વાત કરીએ તો સૈફ અલી ખાન છેલ્લે છેલ્લે ફિલ્મ ‘જવાની જાનેમાન’ માં જોવા મળ્યો હતો. તેમની આ ફિલ્મ ને સારો પ્રતિસાદ મળ્યો હતો , પરંતુ ફિલ્મ બોક્સ ઑફિસ પર પોતાનો રંગ જમાવી શકી ન હતી. આ સાથે જ કરીના કપૂરની વાત કરીએ તો તેની ફિલ્મ ઇંગ્લિશ મીડિયમ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અભિનેતા ઇરફાન ખાન પણ ખૂબ સરસ અને મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમ સિવાય કરિના કપૂર ટૂંક સમયમાં સૈફ અલી ખાન સાથે “લાલ સિંહ ચઢા” માં જોવા મળશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team