સુતી વખતે રાખો ઓશિકા પાસે ફક્ત એક ટુકડો લીંબુનો, પછી જુઓ તેના જાદુઈ ફાયદાઓ

લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક લીંબુના ટુકડાને રાત્રે સુતી વખતે ઓશિકા નીચે રાખવાથી થાય છે ઘણા ફાયદાઓ. આજે અમે તમને જણાવીશું તેના જાદુઈ ફાયદાઓ વિશે..

સવારે હશે તાજગીથી ભરપૂર

રિસર્ચ અનુસાર લીંબુની સુગંધથી શરીરમાં સેરોટોનિનનું સ્તર વધે છે. સેરોટોનિન સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. પૂરતી ઊંઘ લીધી હશે તો બીજા દિવસની સવારે તાજગીથી ભરપૂર હોવાની જ.

તણાવ દૂર કરશે

લીંબુનું સુગંધને તણાવ મુક્ત કરનારી પણ કહેવાય છે. લીંબુની સુગંધથી તણાવ દૂર થઈ શકે છે અને તમારી ઈંદ્રિયોને આરામ મળે છે. જો તમે બહુ થાકેલા કે ટેન્શનમાં હો તો લીંબુનો એક ટુકડો સમસ્યા દૂર કરી શકે છે.

બંધ નાક ખોલવામાં મદદ કરશે

લીંબુની સુગંધ તાજગી આપે છે. સાથે જ એન્ટી-બેક્ટેરિયલ પણ છે. જો શરદી-ખાંસીના લીધે નાક બંધ થઈ ગયું હોય તો પલંગ પર ઓશિકાની બાજુમાં લીંબુનો ટુકડો મૂકી દો. આમ કરવાથી ઊંઘમાં ખલેલ નહીં પહોંચે અને તમારી ઊંઘ પણ પૂરી થશે.

અનિંદ્રા દૂર કરશે

ગંભીર બીમારીઓની શરૂઆત ઊંઘ ના આવવાને લીધે થાય છે. જો તમે અનિંદ્રાથી પીડાતા હો તો તમારે આ ટ્રિક અપનાવવી જોઈએ. લીંબુ પાસે રાખીને ઊંઘી જવાથી આરામ અનુભવશો સાથે જ સારી ઊંઘ આવશે.

મચ્છર-માખીને ભગાડશે દૂર

મચ્છર અને માખીઓને લીંબુની સુગંધથી નફરત હોય છે. લીંબુમાં જંતુનાશક ગુણ રહેલા છે. એટલે જો તમારી ઊંઘ મચ્છરના બણબણાટને કારણે ઊડી જતી હોય તો તમારા પલંગ પાસે લીંબુનો એક ટુકડો મૂકી શકો છો.

હવાની ગુણવત્તા સુધારે

તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની ના હોય તો પણ તમારા રૂમની હવા શુદ્ધ હોય તેવું ઈચ્છતા હો તો લીંબુના ટુકડાનો ઉપયોગ કરો. લીંબુની એક ચીરી પણ હવા તાજી કરવામાં મદદ કરે છે. આમ કરવાથી હવાની ગુણવત્તા સુધરે છે.

બ્લડપ્રેશર ઘટાડે

ટેન્શન અને ભાગદોડના કારણે લોકો ઘણીવાર હાઈ બ્લડપ્રેશરનો શિકાર બને છે. એવામાં લીંબુનો એક ટુકડો ઊંઘતી વખતે બાજુમાં રાખવાથી બ્લડપ્રેશર નિયંત્રિત થાય છે. આ ઉપાય અજમાવી જુઓ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment