તુલસીના છોડ પાસે રાખો આ વૃક્ષ, થશે ધનનો વરસાદ

હકીકતમાં તુલસીના છોડને એક પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી શાંતિ બની રહે છે. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી પૈસાની તંગી વર્તાતી નથી. પરંતુ પૈસા હોવા છતાં પણ જો તમારા ઘરમાં પૈસાની અછત પડી રહી હોઈ તો તુલસીના છોડની બાજુમાં આ છોડ ચોક્કસથી વાવો.

આવુ કરવાથી માત્ર તમારી મુશ્કેલીઓ જ દૂર નહી થાય પરંતુ સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમારા ઉપર હંમેશા માટે બની રહેશે અને ધનનો વરસાદ થશે.આવો જાણીએ આ તે કયો છોડ છે કે જે તુલસીજીના છોડની બાજુમાંથી વાવવાથી લક્ષ્મી માતા ની કૃપાથી ઘરમા થશે પૈસાનો વરસાદ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમા વૃક્ષ કે છોડ વાવતા સમયે જો ધ્યાનમા રાખવામા ના આવે તો ઘરના બગીચામા પણ વાસ્તુદોષ લાગી શકે છે. તેનુ પરિણામ લાંબા સમય સુધી આપણે ભોગવવુ પડી શકે છે. જાણો કે ઘરમા કયો વૃક્ષ કે છોડ વાવવાથી શુભ ફળ મળે છે અને શુ વાવવાથી અશુભ ફળ મળે છે.

ઘરમા કેળ નો છોડ, તુલસીજી નો છોડ, ચંપો નો છોડ કે કેતકી નો છોડ વાવવો એ ખૂબ જ શુભ ફળ મળે છે એવુ માનવામા આવે છે. આવા વૃક્ષ કે છોડ વાવવાથી કયારેય ધનની કમી સર્જાતી નથી.

તુલસીજીના છોડ પાસે કેળ નો છોડ વાવવો જોઇએ. આવુ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ અસીમ કૃપા બની રહે છે અને ધનનો વરસાદ પણ થશે.

એક બાબત ધ્યાનમા રાખો કે જે છોડ કે વૃક્ષના પાનને તોડવા પર તેમાંથી દૂધ નીકળતું હોય તેવા વૃક્ષોને ઘરની આસપાસ ક્યારેય વાવવા જોઇએ નહીં. આવા વૃક્ષ વાવવા એ અશુભ મનાય છે અને તેના લીધે હંમેશા પૈસાની કમી રહેતી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment