જાણો આ રાશિના જાતકોએ શુભ કાર્ય કરતી વખતે પાસે રાખવું આ ફૂલ, થશે શુભ

વાસ્તુ પ્રમાણે આપણાં ઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા રહેલી હોય છે. નકારાત્મક ઊર્જાએ ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં અડચણો લાવે છે, તેથી ઘરની સુખશાંતિ કાયમ રાખવા સૌ પહેલા નકારાત્મક ઉર્જાને દૂર કરો. જો તમારે તમારા ઘરને નકારાત્મક ઊર્જાથી બચાવવું હોય, જો ઘરનાં સુખશાંતિ જાળવી રાખવાં હોય તો તેમાં ફૂલો મદદરૂપ થાય છે. એ જ રીતે કઈ રાશિના જાતકો માટે કયું ફૂલ શુભ ગણવામાં આવે છે, તે વિશે પણ આપણે વાત કરીએ. આવો જાણીએ..

મેષ  

મેષ રાશિના જાતકો સ્વભાવે મજબૂત, બહાદુર અને વાચાળ હોય છે. તેમનામાં આત્મવિશ્વાસ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ એવા લોકો છે જેમનામાં નેતૃત્વનો ગુણ પણ હોય છે. તેઓ સામે ચાલીને નેતૃત્વ સ્વીકારતાં હોય છે. પણ ઘણીવાર આ કારણે તેમને અપજશ પણ મળતો હોય છે. વળી તેમનું અંગત જીવન થોડંુ તણાવભરેલું હોય છે. આ રાશિના જાતકોનું લકી ફૂલ તુલીપ છે. તેમણે આ ફૂલ દરરોજ વિષ્ણુ ભગવાનને ચડાવવાં તેમજ સારાં કાર્ય કરતી વખતે જો આ જાતકો તેમની સાથે તુલીપનાં ફૂલ સાથે રાખશે તો તે કાર્ય અવશ્ય શુભ થશે.

વૃષભ  

આ રાશિના જાતકો સ્વભાવે થોડા શાંત હોય છે, ઘણીવાર તેમની આ શાંતિને કારણે લોકો તેમને નબળા માની બેસે છે ને આ કારણે તેમને દુઃખ સહન કરવું પડતું હોય છે. આ જાતકોનું લકી ફૂલ લીલી છે. વૃષભ રાશિના જાતકોએ શુભ કાર્ય કરવા જતી વખતે હંમેશાં લીલીનું ફૂલ સાથે રાખવું. તે સિવાય તેઓ દેવી પાર્વતીને દર સોમવારે સવારે જો આ ફૂલ ચડાવશે તો તેમને જીવનમાં ક્યારેય તકલીફનો સામનો નહીં કરવો પડે. આ જાતકો પોતાના પ્રિયતમને પણ લીલીનાં ફૂલ ગિફ્ટ કરી શકે છે.

મિથુન  

મિથુન રાશિના જાતકો સ્વભાવે ખૂબ ચંચળ હોય છે. તેમનું મન એક જગ્યાએ ટકી નથી શકતું. મતલબ કે કોઇ એક વસ્તુ પર મન ટકાવવા તેમને ઘણી મહેનત કરવી પડતી હોય છે. આ માટે જ તેઓ જે પણ કાર્ય કરે તેમાં તેમને હંમેશાં અસંતોષ રહ્યાં કરે છે. આવું ન થાય તે માટે મિથુન રાશિના જાતકોએ ગુલાબનાં ફૂલ ગણપતિજીને ચડાવવાં. ખાસ કરીને મંગળવારે ગણેશના મંદિર જઇને ગણેશાષ્ટક કરી ગુલાબનાં ફૂલ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવાથી તેમની આ તકલીફ દૂર થશે. મિથુન રાશિનું લકી ફૂલ ગુલાબ હોવાથી શુભ કાર્ય કરવા જતી વખતે પણ તેઓ ગુલાબનું ફૂલ સાથે રાખી શકે છે.

કર્ક  

કર્ક રાશિના જાતકો સ્વભાવે ખૂબ ગુસ્સાવાળા હોય છે. તેમને નાનીનાની વાતે ગુસ્સો આવી જતો હોય છે, પરિણામે તેમના નજીકના સભ્યો સાથે મતભેદ અને તકરાર થતી રહે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે તેમના આ સ્વભાવને કારણે જ તેમના મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથેના સંબંધમાં તિરાડ આવી જતી હોય છે. નોકરી-ધંધામાં પણ તેમને તેમનો આ સ્વભાવ નડતો હોય છે. કર્ક રાશિના જાતકો જો સૂર્યમુખીનું ફૂલ નિત્ય રામદરબારમાં ચડાવશે અને હનુમાનજીની ઉપાસના કરશે તો તેમનો સ્વભાવ શાંત થશે. આ રાશિના જાતકોએ શુભ કાર્ય કરવા જતી વખતે સૂર્યમુખીનું ફૂલ તેમની સાથે રાખવું.

સિંહ  

સિંહ રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ દરેક વાત વિશે એટલું વિચારે છે કે ઘણીવાર આ કારણે તેમને મુશ્કેલી પણ ભોગવવી પડતી હોય છે. સિંહના જાતકોનું મન પણ ચંચળ હોય છે. તેઓને નાની વાત પણ ખૂબ અસર કરતી હોય છે. સિંહના જાતકોનું પણ લકી ફૂલ સનફ્લાવર જ છે. તેમણે રોજ શિવજીને એક સૂર્યમુખીનું ફૂલ ચડાવવું જોઇએ અને શુભ કાર્ય કરતી વખતે પણ આ ફૂલ તેમની સાથે રાખવું જેથી કરીને સારા કાર્યમાં કોઇ અડચણ ન ઊભી થાય. બીજી રાશિ વિશે આગામી સપ્તાહમાં વાત કરીશું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment