
કોવિડ 19 મહામારીના લીધે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, આ દરમ્યાન ભારતીય ક્રિકેટર્સ સોશલ મીડિયા પર ખુબ એક્ટીવ રહ્યા છે. ઘણા ક્રિકેટર્સ તેના સંદેશ ના માધ્યમ થી લોકોને કોરોના વાયરસ પ્રત્યે સજાગ પણ કરી રહ્યા છે, સાથે જ સરકારના નિર્દેશો નું પાલન કરવાનો આગ્રહ પણ કરી રહ્યા છે.

ટીમ ઇન્ડિયાના ઘણા ક્રિકેટર્સ તો તેના ઘરના કામોમાં પણ ઘણો જ હાથ બટાવી રહ્યા છે. તેની સાથે જ ખેલાડીઓ ખુદને વ્યસ્ત રાખવા માટે ઇન્સ્તાગ્રામ અને ટવીટર નો જમકર ઉપયોગ કરી રહ્યા છે. ખેલાડીઓ તેના દ્વારા તેના મનની વાત બધા સુધી પહોચાડી રહ્યા છે.

હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા એ પણ તેના ચાહકો સાથે ટવીટર પર સવાલ અને જવાબ નો એક સેશન રાખ્યો. આ ક્રમમાં તેના એક ફેન એ ભારતના લેજેન્ડરી ક્રિકેટર જેવા કે સચિન તેંદુલકર અને મહેન્દ્ર સિંહ ધોની વિશે તેણે કહ્યું કે તે તેમની મહાનતા ને અમુક શબ્દોમાં વર્ણવે. ત્યારબાદ કૃણાલ પંડ્યા એ જે જવાબ આપ્યો તે દિલને જીતી લે એવો હતો.
કૃણાલ પંડ્યાએ ધોની વિશે કહ્યું He is very down to earth, a legend and a role model
He’s very down to earth, a legend and a role model https://t.co/GQlCB7LegT
— Krunal Pandya (@krunalpandya24) April 2, 2020
ત્યાં જ સચિન તેંદુલકર વિશે તેમણે લખ્યું કે God of Cricket
God of Cricket @sachin_rt https://t.co/LiWHpc1exn
— Krunal Pandya (@krunalpandya24) April 2, 2020
એટલે કે સાચે જ આટલા ઓછા શબ્દો માં જે રીતે કૃણાલ એ ધોની અને સચિન વિશે કહ્યું તે સાચે જ કાબેલે તારીફ છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team