જાણો કરપ્ટ પેનડ્રાઈવને ખોલવા માટેની એક સરળ રીત

યુ.એસ.બી. ડ્રાઇવ કે પેન ડ્રાઈવ એ કોમ્પ્યુટરની ડિજીટલ માહિતી સંગ્રહ કરવાનું એક ઉપકરણ છે. યુ.એસ.બી. ડ્રાઇવ ખાસ કરી ને સવાહ્ય છે, જેને આપણે ગમે ત્યાં ફેરવી શકીએ. તે ફ્લોપી કરતાં ખુબ જ નાની હોય છે. તે ડેટા સંગ્રહ અને ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી જાણીતું સાધન છે. આ ઉપકરણ યુએસબી ડ્રાઈવ, પેન ડ્રાઈવ, યુએસબી સ્ટીક, થમ્બ ડ્રાઈવ, ફ્લેશ ડ્રાઈવ, મેમરી સ્ટીક વગેરે જેવા વિવિધ નામે ઓળખાય છે. આ વડે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં ઘણા બધા ફોટો, ગીતો વગેરેનો ડેટા સંગ્રહ થાય છે, ડેટા ટ્રાન્સફર કરવા માટે પેન ડ્રાઈવ સરળતાથી કામ કરે છે.

તમારી સાથે પણ એવું થયું હશે કે તમે તમારી પેનડ્રાઈવ કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરો છો તો તે ઓપન નથી થતી, અને આપણને એવું લાગે છે કે તે ખરાબ થઈ ગઈ. દોસ્તો આજે અમે તમારા માટે અમુક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે તમારી કરપ્ટ પેનડ્રાઈવ ને સરળતાથી ખોલી શકશો. તેના માટે નીચે આપેલા અમુક સ્ટેપ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા તમે તમારી પેન ડ્રાઇવને તમારા કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરો, ત્યારબાદ કોમ્પ્યુટર Command Prompt મોડમાં જાઓ.Command Promptને Run as a administratorની સાથે ક્લિક કરો.

હવે તમારી સ્ક્રીન પર એક બ્લેક સ્ક્રીન જોવા મળશે જેમા કેટલાક વર્ડ્સ લખેલા હશે. ત્યાં સ્ક્રીન પર  જ્યાં કર્સર પહેલાથી બ્લિંક કરી રહ્યું હશે ત્યાં તમારે diskpart ટાઇપ કરીને એન્ટર આપવું.

તે બાદ તમારી સામે ત્રણ અન્ય લાઇન ઓટોમેટિકલી ટાઇપ થઇને આવી જશે. અંતિમ  લાઇનમાં DISKPART> લખ્યું હશે. જેની આગળ બ્લિંક કરી રહેલા કર્સર પર તમારા list disk ટાઇપ કરીને એન્ટર કરો.
હવે તમારે તે બે ડિસ્કની લિસ્ટ જોવા મળશે. એક ડિસ્ક 0 અને બીજી ડિસ્ક1. આ બ્નેનમાંથી Disk 0 તમારા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક હશે અને Disk 1 તમારી એક્સર્ટનલ પેન ડ્રાઇવ હશે. આ બન્ને ડિસ્કની આગળ તેની મેમરી ક્ષમતા પણ લખી હશે.

હવે અંતિમ લાઇનમાં ફરીથી DISKPART> લખેલું આવશે. જેની આગળ તમારે select disk 1 ટાઇપ કરીને એન્ટર કરવાનું છે. તેનાથી તમારી કરપ્ટ પેન ડ્રાઇવ સિલેક્ટ થઇ જશે.

હવે તે બાદ ફરીથી નીચેની છેલ્લી લાઇનમાં DISKPART> લખેલું હશે. જેને આગળથી ક્લિન કમાન્ડ ટાઇપ કરવાનું છે અને ફરીથી એન્ટર આપવાનું છે.

હવે નીચે લખેલું આવેશે. Disk succeed in cleaning the disk. જેનો મતલબ કે તમારી કરપ્ટ પેન ડ્રાઇવ અને ક્લીન થઇ ગઇ છે.

હવે છેલ્લી લાઇનમાં એક વખત ફરી Diskpart લખેલું હશે. તેની આગળ તમારે exit લખવાનું છે. તે પછી ફરીથી બે લાઇન આવશે જેમા લાસ્ટમાં બ્લિંક કરતું કર્સરની પાસે તમને ફરીથી exit લખવાનું હશે. તે બાદ તમે બહાર નીકળી જશો.

હવે તમે Command Prompt સેક્શનથી રિમૂવ કરી તમારી પેન ડ્રાઇવ નીકાળી ફરીથી ઇન્સર્ટ કરો. તમારી પેન ડ્રાઇવ કામ કરવાનું શરૂ કરવા લાગશે. તમે તેનો ઉપયોગ કરી શકશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment