આ રીતે બનાવો મહાશિવરાત્રિના દિવસે શક્કરીયાનો શીરો અને રાજગરાની પૂરી !! રહી જશો આંગળીઓ ચાટતા

મિત્રો હવે શિવરાત્રીને વધુ દિવસની વાર નથી. એવામાં અમે તમને એ દિવસે બનાવામાં આવતી એક મસ્ત વાનગી વિશે જણાવા જઈ રહ્યા છીએ. આમ તો દરેક લોકો મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખતા હોઈ છે અને આ દિવસે ઉપવાસ કરવાનું અનેરું જ મહત્વ છે. આ દિવસે તમે શક્કરીયાના શીરા સાથે રાજગરાની પૂરી ખાઈ શકો છો જે ખાવામાં ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે. આવો જાણીએ તેને બનાવાની એકદમ સરળ રીત.

શક્કરિયાનો શીરો બનાવવાની સામગ્રી

બાફેલા શક્કરિયા 500 ગ્રામ
ઘી 1 મોટી ચમચી
ખાંડ 2 ચમચી
ડ્રાયફ્રુટ 3 ચમચી
દૂધ ગરમ 1 કપ
એલચી પાવડર 1/2 ચમચી

શક્કરિયાનો શીરો બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ શક્કરિયાને બાફી લો. બફાય જાય એટલે એને છીણી લો. પછી એક પેન માં ઘી મૂકી એમાં શક્કારિયાનુ છીણ એડ કરો અને હલાવો.એકદમ ધીમી આંચે નીચે ચોટે નહી એમ હલાવતા રહો. ઘી છુટ્ટુ પડે પછી તેમાં ખોંડ નાંખી હલાવો દૂધ નાખી ધીમે તાપે મિક્સ કરો. ડ્રાયફ્રુટ અને એલચી પાવડર નાંખો તમારો શીરો તૈયાર છે.

હવે આપણે બનાવીશું રાજગરાની પુરી

રાજગરાની પુરી બનાવવા જોશે સામગ્રી

રાજગરાનો લોટ 500 ગ્રામ
સીંધા લુણ સ્વાદ મુજબ
એક બાફેલું બટેટુ
મરી પાવડર એક ચમચી
તળવા માટે તેલ

રાજગરાની પુરી બનાવવાની પદ્ધતિ

લોટને કથરોટમાં ચાળી લો, ત્યારબાદ તેમાં બટેટા અને સીંધા લુણ મીકિસ કરી મરી પાવડર નાંખી કઠણ લોટ બાંધો. બટેટા એટલે નાખીએ છીએ કે આપણી પુરી તૂટે નહી. ધીમી આંચે તળી લો. આ પુરી અને શીરો સ્વાદમાં ખુબજ સારા લાગે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment