કુંભમાં બુધની વક્રી ચાલ, જાણો કેટલી રાશિવાળા લોકો માટે છે ફાયદાકારક

તમને જણાવી દઈએ કે 17 તારીખથી બુધ કુંભ રાશીમાં વક્રી થશે. જે 23 તારીખ સુધી રહેશે. બુધના વક્રી થવાથી લડાઈ, ઝગડા, વાદ-વિવાદ પણ પેદા થઈ શકે છે. જેના લીધે નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી શકે છે. આજે અમે તમને જણાવીશું કે બુધ ના વક્રી થવાથી કેટલી રાશી પર પ્રભાવ પડે છે. અને કઈ રાશિવાળા લોકોને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

મેષ

મેષ રાશિવાળા લોકો પર બુધ વક્રી થતા આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. મોસાળ અથવા મામા પક્ષ તરફથી ધનલાભ થવાની શક્યતા છે. આ દિવસોમાં ધ્યાન રાખશો તો જૂનું દેવું પણ ચૂકતે થઇ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

મિથુન

આ રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું શુભ રહેશે. આ દિવસો દરમિયાન પ્રવાસના પ્રબળ યોગ છે. જેનાથી તમને પણ ફાયદો મળશે. માન-સન્માનમાં વધારો થઇ શકે છે. આગળ વધવાના નવા અવસર પણ મળી શકે છે.

કર્ક

આ સમય દરમિયાન તમારે સમજી-વિચારીને બોલવું જોઇએ. આસપાસ અથવા સાથે રહેતાં લોકો વચ્ચે ગેરસમજણથી વિવાદ ઉભો થઈ શકે છે. આ દિવસોમાં તમારી બચત ઓછી થશે. ખર્ચાઓ પણ વધી શકે છે. લેવડ-દેવડના મામલે સાવચેત રહેવું. કાયદા સંબંધિત કાર્યોમાં કોઈના પર વધારે વિશ્વાસ કરવો નહીં.

સિંહ

બુધની વક્રી ચાલ આ રાશિ માટે ફાયદાકારક રહેશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. સુખ-સુવિધામાં વધારો થશે. બુધના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળી શકે છે. કોઇ નવું વાહન અથવા અચલ સંપત્તિ પણ તમે ખરીદી શકો છો. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે.

તુલા

બુધના વક્રી થવાથી તમારી યોજનાઓ અધૂરી રહી શકે છે. સંતાન સંબંધી ચિંતા થવાથી તમે પરેશાન રહેશો. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. બિનજરૂરી યાત્રાઓનો યોગ પણ બની શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. વાણી ઉપર સંયમ રાખવો, નહીંતર તમારી વાતથી કોઇને ગેરસમજ ઊભી થશે.

ધન

બુધના વક્રી થવાથી તમારું પરાક્રમ વધી શકે છે. નાના ભાઈ-બહેન અથવા મિત્રોની મદદથી તમારા કાર્યો પૂરા થશે. પ્રવાસના યોગ પણ બનશે. મહેનત પણ વધશે અને તેના પ્રમાણે આવકમાં પણ વધારો થવાની પૂરી શક્યતા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. અનેક મામલે કિસ્મતનો સાથ પણ મળી શકે છે.

કુંભ

બુધના વક્રી જવાથી આ રાશિના જાતકોને કાર્યો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે. બુધના પ્રભાવથી તમે દૈનિક કાર્યો સાથે જોડાયેલી યોજનાઓ બનાવી શકો છો અને તેના ઉપર કામ પણ શરૂ કરી શકો છો. દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સંતાન સંબંધી ચિંતા બની રહેશે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. લેવડ-દેવડમાં અને રોકાણમાં તમને ફાયદો થઇ શકે છે.

મીન

બુધના પ્રભાવથી ધનલાભ થઇ શકે છે તો સામે ખર્ચ પણ વધી શકે છે. અચાનક યાત્રાઓ થઇ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલી અથવા કાર્યક્ષેત્ર સંબંધી યાત્રાઓનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઇ સાથે વિવાદ પણ થઇ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment