નાનકડા એવા રાઈના દાણાથી દુર થશે માઈગ્રેન તથા પગના તળિયાનો દુખાવો

રાઈ, જે દરેક ઘરમાં જોવા મળે જ છે. રાઈના ઘણા બધા ફાયદાઓ પણ છે. શુદ્ધ રાઇના તેલમાં બનેલું ખાવાનું ખાવાથી સ્વાસ્થ્યની કેટલીક સમસ્યાઓ દૂર થાય છે. રાઇના બીજમાં કેરોટિન, લુર્ટિનની સાથે-સાથે વિટામિન એ,સી અને કે ભરપૂર પ્રમાણમાં હોય છે. શું તમે જાણો છો રાઈના દાણા તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે ? આજે અમે તમને રાઈ વિશે ના કેટલા ફાયદા અને તેના ઉપયોગ વિશે જણાવીશું.

રાઇના દાણાનો ઉપયોગ

રાઈ નો ઉપયોગ આપણે ખાસ કરીને રસોઈ માં વધુ પ્રમાણ માં કરતા હોઈએ છીએ જેમ કે ઢોસા, અથાણું, ચટણી, દાળ વગેરે. આ બધા માં રાઈ નો જ વઘાર કરવામાં આવે છે. રાઈમાં સ્વાદ વધારવાની સાથે સાથે ઘણા ઔષધોથી ભરપુર છે.

રાઇના દાણાનો ઉપયોગ

– રાઇના દાણાનો પાઉડર અને પાણીનું મિશ્રણ બનાવીને નાક પર લગાવવાથી માઇગ્રેનની સમસ્યાથી રાહત મળે છે.

– નવશેકા પાણીમાં રાઇના બીજ ઉમેરીને પેસ્ટ બનાવો અને તેમા તમારા પગને 15 મિનિટ રાખી મૂકો જેથી તળિયામાં થતો દુખાવો ગાયબ થાય છે.

– સરસિયામાં અજમો, લસણ અને હીંગ ઉમેરીને ગરમ કરો તે બાદ આ તેલથી મસાજ કરવાથી કમરનો દુખાવો ઓછો થાય છે.

– અડધી ચમચી રાઇના દાણાનો દિવસમાં બે વખત સેવન કરવાથી મસાની સમસ્યાથી રાહત મળે છે.

– નવશેકા સરસિયાના તેલમાં કપૂર મિક્સ કરીને સાંધાની માલિશ કરવાથી તેનો દુખાવો દૂર થાય છે.

– પીરિયડ્સ દરમ્યાન વધારે બ્લીડિંગ થઇ રહ્યું છે તો એક-એક ગ્રામ રાઇના બીજનો પાઉડર ઉમેરીને દિવસમાં બે વખત સેવન કરો. જેનાથી તમને ફાયદો મળશે.

– રાઇના દાણાને પીસીને મધમાં મિક્સ કરીને ચાટ જવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાથી રાહત મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment