‘નમસ્તે ટ્રમ્પ’ જાણો કઈ કઈ દિગ્ગજ હસ્તીઓ શામેલ રહેશે આ કાર્યક્રમમાં

દરેક લોકો જાણે છે કે અમદાવાદના મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટા સ્ટેડીયમનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબુ્રઆરીએ અમદાવાદ આવશે ત્યારે તેની સાથે 70 સદસ્યોનું પ્રતિનિધિ મંડળ હશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિ મંડળની કામગીરી 10 થી 15 મિનિટમાં જ પૂરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.  આ કાર્યક્રમમાં BCCI ના દરેક હોદેદારો તેમજ સચિન ગાવસ્કર સહિતના દરેક ક્રિકેટરો પણ શામેલ રહેશે. આ શો માં બને એટલા વધુ લોકો આવે એવું કરવામાં આવ્યું છે.

મળેલી માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સવારે 11:55 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું પ્રતિનિધિ મંડળ અંદાજે 20 મિનિટ રોકાશે. આવો જાણીએ આ કાર્યક્રમમાં કઈ કઈ દિગ્ગજ હસ્તીઓ નો સમાવેશ થશે.

ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે

આ કાર્યક્રમમાં ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે અને તેઓ પણ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી તેમને બોલાવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વીવીઆઈપી વ્યક્તિ તરીકે માત્ર બેજ હશે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી હશે. સાથે જ આ કાર્યક્રમમાં શ્રોતાઓની ઉપસ્થિતિ વધું હોવાથી અમદાવાદ અને તેની આસપાસના આઠ જિલ્લામાંથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ-વ્યાપાર એસોસિએશનના પ્રતિનિધીઓને હાજર રાખવામાં આવશે. જેની જવાબદારી જે-તે જિલ્લાના કલેકટરની રહેશે.

તૈયારીઓનો ધમધમાટ શરૂ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને તૈયારીઓના ધમધમાટ વચ્ચે અમેરિકાથી વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરીટીમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે માટે સરકાર દ્વારા પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જયારે આજ રોજ અમેરિકાનું એરફોર્સનું એક હરક્યુલીસ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો છે.

અમદાવાદમાં આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષાને લઈ શહેરમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

વિમાનમાં આ છે ખાસિયતો

આ વિમાનમાં અમેરિકી સ્નાઈપર, ફાયર સેફ્ટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડો સાથે જોડાયેલી સુરક્ષા સામગ્રી આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાલડી અને સ્ટેડિયમ ખાતે કંટ્રોલ રુમ ઉભો કરવામાં આવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment