પતિની ખરાબ આદતોથી નહી પરંતુ, આ કારણે પણ ઘણીવાર મહિલાઓ પરેશાન રહેતી હોઈ છે

વૈવાહિક જીવનને ચલાવવા માટે, બંને જિંદગીઓમાં તાલમેળ હોવો ખૂબ જ જરૂરી છે. ઘણી વાર, આપણે વમળમાં ફસાયેલા ગૃહસ્થ જીવનને હસતા હસતા જ પાર કરી લઈએ છીએ, પરંતુ કેટલીકવાર તેમાંથી બહાર નીકળવું થોડું મુશ્કેલ થઈ જાય છે. આપણને જીવનમાં શું જોઈએ છે ? તે પૂરી રીતે આપણા વિચારો પર નિર્ભર કરે છે. આવો જાણીએ વધુ તેના વિષે ..

વાત વાત પર ગુસ્સો કરવો

કહેવાય છે કે એક મહિલા ઈચ્છે તો ઘરને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. સાંભળવામાં થોડું અજીબ લાગશે. મહિલા ખુશ હોઈ તો તેનો પરિવાર પણ ખુશ-ખુશાલ રહે છે, પરંતુ જો કોઈ કારણવશ તે દુખી હોઈ તો ઘર ક્યારેય ખુશ રહી નથી શકતું. તેનાથી વિરુદ્ધ જો મહિલા વાત વાત પર ગુસ્સો કરે તો એ પણ ગલત છે. આવી મહિલાઓ ખુદ પણ દુખી રહે છે અને આજુબાજુ વાળા લોકોનો મુડ પણ ખરાબ કરે છે.

નાની વાતને ખુબ જ મોટી કરવી

જો કોઈ કારણવશ પતિ પત્નીમાં જગડો થઈ જાય તો કોશિશ હંમેશા એવી કરવી કે જલ્દીથી તેને ખતમ કરી શકાય , પરંતુ અમુક મહિલાઓ નાની નાની વાતને વધારવામાં વાર નથી લગાડતી, જેના લીધે હંમેશા તેના ઘરમાં જગડાઓ ચાલુ રહે છે.

વાત વાત પર માંગ કરવી

શોપિંગ કરવી દરેક મહિલાને પસંદ હોઈ છે, તેણી તેના બજેટ મુજબ જ તેની ચીઝ વસ્તુઓ લેવાની પસંદ કરતી હોઈ છે, પરંતુ અમુક મહિલાઓ ના શોખ ક્યારેય પુરા જ નથી થતા. આવી મહિલાઓ ઘણીવાર તેના પતિ પાસે નવી નવી વસ્તુઓ ની ડીમાંડ કરતી હોઈ છે જો તેને તે ના મળે તો બંને વચ્ચે ઝગડાઓ થતા જ રહે છે.

ઈર્ષ્યાની ભાવના

ઘણી મહિલાઓ બીજાના મોંઘા ઘર, ગાડીઓ અને ધન સંપતિ ને જોઈ મનમાં ને મનમાં ઈર્ષ્યા અનુભવે છે. તેના મનમાં હંમેશા વધુ લાલચ બની રહે છે. જેના લીધે તે પરેશાન રહે છે.

હંમેશા ઉમ્મીદ રાખવી

મહિલાઓની એવી પ્રવુતિ હોઈ છે કે તે ઘણીવાર તેના ચાહકોથી વધુ ઉમ્મીદ કરતી હોઈ છે, જે ક્યારેક તેના દિલ તોડવા પુરતું હોય છે. વધુ ઉમ્મીદ રાખવાથી અને જે સપના પુરા ના થવા પર તે તણાવ અનુભવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment