હવે કાશીથી આગ્રા વચ્ચે દોડશે આ તેજસ ટ્રેન

કાશી-મહાકાલ એક્સપ્રેસથી બનારસના ધાર્મિક રૂટને જોડ્યા બાદ હવે આગ્રા સુધી તેજસ ટ્રેન ચલાવવાની તૈયારી છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ લખનૌમાં તેજસને લીલી ઝંડી દેખાડતા સમયે બનારસ-આગ્રા વચ્ચે પણ આ ટ્રેન સંચાલન ની ઈચ્છા આઈઆરસીટીસી ના આધિકારીઓ પાસે જાહેર કરી હતી. હવે તેનો પ્રસ્તાવ પણ બનાવવામાં આવી રહ્યો છે.

બનારસથી આગ્રા રૂટ પર ટ્રેનને ૧૩૦ કિમી પ્રતિ ઘંટાની ગતિ સુધી દોડાવી શકાય છે. આઇઆરસીટીસીના સુત્રોએ જણાવ્યું કે ટ્રેન સંચાલન માટે જલ્દી જ નજીકની કંપનીઓની શોધખોળ કરવામાં આવશે. જો કોઈ કંપની નહી આવે તો આઇઆરસીટીસી ખુદ સંચાલન કરશે.

તેજસ એક્ષ્પ્રેસની સુવિધાઓ

તત્કાલ અથવા પ્રીમીયમ કોટા નથી. જનરલ અને ફોરેન ટુરિસ્ટ કોટા છે.

કોઈ રિયાતી ટિકટ નથી. પાંચ વર્ષ સુધી બાળકોને ટિકિટમાંથી છૂટ છે.

ટ્રેન એક કલાકથી વધુ લેટ પર આવવા પર આઈઆરસીટીસી 100 રૂપિયા દંડ દેશે. જો ટ્રેન બે કલાકથી વધુ લેટ થાય તો યાત્રી 250 રૂપિયા માટે ક્લેમ કરી શકે છે.

ટ્રેનની રવાનગીથી ચાર કલાક પહેલા વેઇટિંગ ટિકિટ રદ કરવા પર 25 રૂપિયા કાપી શેષ રકમ પાછી મળશે.

ટ્રેનનો ચાર્ટ બનવા પર વેઇટિંગ ટીકીટ કન્ફર્મ ના થવા પર વગર કોઈ કટોતી પૂરી રાશી પાછી મળશે.

તેજસની દરેક સીટની પાછળ એલસીડી સ્ક્રીન છે.

વિમાનની રીતે જ આ ટ્રેન માં પણ અટેન્ડન્સ ને બોલાવવા માટે કોલ બેલ છે.

ટ્રેનના ટોઇલેટમાં ટચલેસ નળ અને બાયો વેક્યુમ સિસ્ટમ છે.

વાઈફાઈ ની સાથે સીસીટીવી કેમેરા, ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment