OMG.!! અહી ખેલાય છે સ્મશાનની રાખથી હોળી

જે પર્વની નાનેરા મોટેરા સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે તે આસ્થા અને ઉમંગના તહેવાર હોળી પર્વને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. હોળીનો તહેવાર કોને નહી ગમતો હોઈ. દરેક લોકો તેને હર્ષોઉલ્લાસ અને ધામધુમથી ઉજવે છે. આ વર્ષે 9 માર્ચે હોલિકા દહન કરાશે અને 10 માર્ચ-મંગળવારે ધૂળેટીનું પર્વ ઉજવાશે. આજે અમે તમને એક એવી હકીકત વિશે જણાવીશું કે જ્યાં લોકો સ્મશાનની રાખથી હોળી ખેલે છે આવો જાણીએ કે આખરે શું છે તેની પાછળનું કારણ..

રંગોનો તહેવાર એટલે જ હોળી પણ શું તમે ક્યારેય સ્મશાનની ભસ્મ કે રાખથી હોળી રમતા હોય તે અંગે સાંભળ્યુ છે. આજે અમે તમને જણાવીએ ભોલેનાથની નગરી એવી કાશીમાં ઉજવાતી ખાસ હોળી અંગે. કહેવાય છે કે બાબા વિશ્વનાથ અહીં સાક્ષાત બિરાજે છે. કાશી બનારસના મણિકર્ણિકા ઘાટમાં સ્મશાનની રાખથી હોળી ઉજવવામાં આવે છે. જેને ચિતા ભસ્મ હોળી કહેવામાં આવે છે. લોકમત અનુસાર માં પાર્વતી પરત ફરતા ભગવાન શિવ અહીં સ્મશાનની રાખથી હોળી રમ્યા હતા. ત્યારબાદ અહીં હોળી રમવાનો રિવાજ છે.

હોળીના દિવસે અહી સ્મશાન ઘાટના દેવતા મહાસ્મશાનનાથની પ્રાર્થના કરવામાં આવે છે. શિવ ભક્ત ઢોલ નગારા સાથે સ્મશાન ઘાટની રાખ લઈને હોળી રમે છે. જેને જોવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ કાશી પહોંચે છે. બાબાના આશીર્વાદ મેળવે છે અને અનન્ય નજારો નિહાળે છે.

માન્યતા છે કે ચિતાની રાખથી ખેલાતી હોળી જો કોઈ એક વખત જુએ તો શિવજીની કૃપા મેળવી જીવનભર પાપોથી મુક્ત થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment