એક એવી હકીકત જે જાણીને રહી જશો દંગ, જ્યાં છોકરીઓ યુવાન થતા જ બની જાય છે છોકરો

આ દુનિયાની અંદર અનેક પ્રકારની પ્રજાતિ વસેલી છે. આજે અમે એક એવા દેશની વાત કરીશું જેને સાંભળી તમારા હોશ ઉડી જશે. આપણે અવારનવાર દેશ-વિદેશ માં બનતી વિચિત્ર ઘટનાઓ વિશે સાંભળીએ છીએ. ડોમેનિકન રિપબ્લિક માં એક ગ્રામ્ય વિસ્તાર આવેલો છે જેનું નામ છે સેલિનાસ. આ ગ્રામ્ય વિસ્તાર ના લોકો માં એક વિચિત્ર પ્રકાર ની બીમારી ફેલાઈ છે જેના વિશે આપણે આ લેખ માં જાણીશું. આ ગ્રામ્ય વિસ્તાર ના લોકો માં એક રહસ્યમય બીમારી ફેલાણી છે.

જેના કારણે અહી ની યુવતીઓ જુવાન થતાં જ દેખાય છે યુવક જેવી. આ બીમારી મુખ્યત્વે અહીના નાના બાળકો માં જોવા મળે છે. આ વાત ગળે થી ઉતારવી થોડી અઘરી છે પરંતુ , આ એક સત્ય બનેલી વાસ્તવિક ઘટના છે. આ ગ્રામ્ય વિસ્તાર માં મોટા ભાગે ૧૨ વર્ષ ની કુમળી વય ધરાવતી યુવતીઓ આ ભયજનક બીમારી થી પીડાય છે. આ અસાધ્ય બીમારી થી પીડાતી યુવતીઓ ના માતા-પિતા ખૂબ જ આઘાત ની લાગણી અનુભવે છે.

તેમણે કશું જ સમજાતું નથી કે આ બીમારી નું શું નિદાન કરવું? આ બીમારી થી પીડિતો ને સમાજ માં એક અલગ દ્રષ્ટિ થી જોવા માં આવે છે અને તેઓ અત્યંત માનસિક ધૃણા નો શિકાર બને છે. આ પીડિતો ને ધૃણિત તથા ગ્વેદોચે તરીકે સંબોધવા માં આવ્યા છે. આ શબ્દો નો પ્રયોગ મુખ્યત્વે કિન્નર પ્રજાતિ માટે કરવામાં આવે છે.

આ બીમારી વિશે દાક્તરો નો એવો મંતવ્ય છે કે આ બીમારી આનુવંશિક હોય શકે. આ ગ્રામ્ય વિસ્તાર ની સ્થાનિક ભાષા માં આ પીડિતો માટે સૂદોહમાન્ફ્રડાઈટ એવો શબ્દ વપરાય છે. આ બીમારી થી પીડિત યુવતીઓ જેમ-જેમ મોટી થતી જાય છે તેમ-તેમ તેમના માં યુવકો ના લક્ષણો દેખાવા માંડે છે. જેમકે યુવકો ની માફક બોડી નો આકાર ઘડાઈ જાય છે તથા અવાજ માં પણ પરીવર્તન આવી જાય છે.

એવું કહેવાય છે કે આ બીમારી દર ૯૦ ગ્રામ્ય વિસ્તારો માથી ૧ ગ્રામ્ય વિસ્તાર માં ઉદભવે છે. આ બીમારી થવા પાછળ નું કારણ હાલ હોર્મોનલ એનજાઈમ ની ઉણપ ને દર્શાવાઈ રહ્યું છે. આ બીમારી ના લક્ષણો કોઈ માં જન્મજાત જ દેખાવા માંડે છે તો અમુક ને આ લક્ષણો સમય જતા થોડા વર્ષ વિત્યા બાદ દેખાડો દે છે. આ બીમારી થી પીડાતા બાળકો ની સમાજ અવગણના કરે છે અને તેમણે સમાજ માં ક્યાય પણ સ્થાન આપવા માં આવતું નથી. આ પીડિતો ને સમાજ અપમાનજનક દ્રષ્ટિ એ જુએ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment