ગણપતિનું એક એવું મંદિર, જ્યાં દર્શન માત્રથી દુર થાય છે બધા વિધ્નો દુર ..

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દરેક દેવી દેવતાઓ માં પ્રથમ પૂજનીય ભગવાન ગણેશજી ને માનવામાં આવે છે તે ભક્તો ના વિઘ્નો દુર કરનારા છે, એટલા માટે એને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. ભારત દેશ માં ભગવાન ગણેશ ના ઘણા પ્રસિદ્ધ મંદિર આવેલા છે, જેની કોઈ ને કોઈ એમની વિશેષતા અવશ્ય છે.

ઘણા લોકો ભગવાન ગણેશજી ને એકદંતા કહે છે તો ઘણા ગજાનંદ કહીને બોલાવે છે. આજે અમે તમને ગણપતિ બાપા ના અમુક એવા પ્રસિદ્ધ મંદિરો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે મંદિર માં લોકો દુર દુરથી આવે છે અને તેમની દરેક પરેશાનીઓ થી મુક્તિ મેળવે છે.

પુણે નું શ્રીમંત દગ્દુશેઠ હલવાઈ મંદિર –

ભગવાન ગણેશજી નું આ મંદિર પુણે માં આવેલું છે અને આ મંદિર માં દર્શન કરવા માટે લોકો દેશ દેશ થી ખુબ જ મોટી સંખ્યા માં આવે છે, એટલું જ નહિ આ મંદિર ના ટ્રસ્ટ ને દેશના સૌથી અમીર ટ્રસ્ટો માંથી એક માનવામાં આવે છે. આ મંદિર નું નિર્માણ શ્રીમંત દગ્દુશેઠ નામ ના એક હલવાઈ એ કર્યું હતું.

પુડુચેરી નું મનકુલા વિનાયક મંદિર –

ભગવાન ગણેશજી ના સૌથી પ્રસિદ્ધ મંદિરો માંથી એક મનકુલા વિનાયક મંદિર છે, આ મંદિર ૧૬૬૬ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. ત્યારે આ પુડુચેરી ફ્રાંસ ના હતા. એવું માનવામાં આવે છે કે અહી પર ભગવાન ગણેશજી ની પ્રતિમા ને ઘણી વાર સમુંદર માં ફેંકી દીધી હતી. પરંતુ આ એ સ્થાન પર ફરીથી દરરોજ પ્રગટ થઇ જતી હતી, આમ તો આ મંદિર માં દર વર્ષે ભક્તો ની ખુબ જ ભીડ લાગેલી રહે છે. આ મંદિર ના પ્રત્યે લોકો ની અતુટ આસ્થા જોડાયેલી છે.

ચિત્તૂર નું કનીપકમ વિનાયક મંદિર –

ભગવાન ગણેશજી નું આ પ્રસિદ્ધ મંદિર આંધ્ર પ્રદેશ ના જિલા માં તિરુપતિ મંદિર થી લગભગ ૭૫ કિલોમીટર ની દુરી પર બનેલું છે. આ મંદિર ખુબ જ ખુબસુરત છે. આ મંદિર એમના પ્રાચીન ઐતિહાસિક શિલ્પ કળા અને ખુબસુરત ડિજાઈન માટે આખી દુનિયા માં પ્રસિધ્દ છે. આ મંદિર ની સૌથી વિશેષ વાત એ છે કે અહી આવનારા ભક્તો એમના પાપ ધોવા માટે મંદિર ના પવિત્ર જળ માં ડૂબકી લગાવે છે અને એના પાપો થી મુક્તિ મેળવે છે.

મુંબઈ નું શ્રી સિદ્ધિવિનાયક મંદિર –

મુંબઈ નું શ્રી સિદ્ધિવિનાયક મંદિર ગણેશ મંદિર ના સૌથી પ્રમુખ મંદિરો માંથી એક માનવામાં આવે છે. આ મંદિર ને સૌથી પ્રસિદ્ધ મંદિરો માં પહેલું સ્થાન મળ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ને એક નિસંતાન મહિલા ની આસ્થા પર બનાવવામાં આવ્યું હતું, આ મંદિર માં દરરોજ લાખો ની સંખ્યા માં ભક્તો ઉપસ્થિત હોય છે. એટલું જ નહિ પરંતુ મોટા મોટા બોલીવુડ સ્ટાર પણ આ મંદિર માં ભગવાન ગણેશજી ના દર્શન કરવા માટે આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment