ફક્ત આ 5 વસ્તુ ચડાવો શિવલિંગ પર, આ દરેક વસ્તુનો છે અલગ જ ફાયદો

સનાતન પરંપરામાં શિવની પૂજાનું ઘણુ મહત્વ છે. ભગવાન શિવ ઔઢર દાની છે. ભોલેનાથ જેની પર મહેરબાન બની જાય છે, તેની મનોકામના પુરી કરી દે છે. હિન્દુ ધર્મની અંદર અસંખ્ય દેવી-દેવતાઓ ની પૂજા કરવામાં આવે છે. પરંતુ સૌથી અલગ અને સૌથી વધારે મહત્વ વાન દેવતા શિવજીને માનવામાં આવે છે. શિવજીને તેના ભક્તો ભોલેનાથ નામથી પણ ઓળખે છે, તેનું કારણ એ છે કે જ્યારે કોઈ ભક્ત શિવજીની ભક્તિ કરે છે ત્યારે શિવજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જતા હોય છે.  આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને શિવલિંગ પર ચડાવવા થી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરશે.

ચોખા

અક્ષત ન હોય તો શિવ પૂજા પૂર્ણ માનવામાં નથી આવતી. પૂજામાં આવશ્યક કોઈ સામગ્રી ઘટતી હોય તો એના બદલામાં પણ ચોખા ચઢાવી શકાય છે.શિવજીને ચોખા ચઢાવવાથી અપાર ધન અને સૌંદર્ય મળે છે.

દૂધ

માનવામાં આવે છે કે શિવજીને દૂધ ચઢાવવાથી દરેક પ્રકારની માનસિક પરેશાની ખતમ થઇ જાય છે. જ્યોતિષમાં આને ચંદ્રમાંથી જોડાયેલા દોષ દુર કરવાનો સૌથી સારો ઉપાય માનવામાં આવ્યો છે.

ચંદન 

ચંદનનો સંબંધ શીતળતાથી છે. ભગવાન શિવ મસ્તક પર ચંદનનું તિલક લગાવે છે. ચંદનનો પ્રયોગ લગભગ હવનમાં કરવામાં આવે છે. એન સુગંધથી વાતાવરણ વધારે સુંદર થઇ જાય છે. જો શિવજીને ચંદન ચઢાવવામાં આવે તો એનાથી સમાજમાં મન સમ્માન વધે છે.

ધતુરો

ભગવાન શિવને ધતુરો પણ અત્યંત પ્રિય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતુરો સીમિત માત્રામાં લેવામાં આવે તો ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. ધતુરો ચઢાવવાથી શિવ દરેક મનોકામના પૂરી કરે છે.

ભાંગ

શિવ હંમેશા ધ્યાનમગ્ન રહે છે. ભાંગ ધ્યાન કેંદ્રિત કરવામાં મદદગાર હોય છે. એનાથી હંમેશા પરમ આનંદમાં રહેવાય છે. ભાંગ ચઢાવવાથી શિવજી ચિંતા તેમજ બધી પરેશાની રોજ દુર કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment